સુરતના ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાંથી લોકોના ખિસ્સા માંથી પૈસા સેરવી જતી ગેંગને પકડી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ

Published on Trishul News at 5:55 PM, Thu, 27 August 2020

Last modified on August 27th, 2020 at 5:59 PM

સુરત શહેરમાં બનતા ગુનાઓ ઉપર લગામ કસવા માટે પોલીસ કમિશનર અજય તોમરે ખાસ ધ્યાન આપવા માટે કહ્યું હતું.

આ અંતર્ગત શાહીદ ઉંમર વર્ષ 22 રહેઠાણ માનદરવાજા, સલાબતપુરા તથા આસિફ ઉંમર વર્ષ 32 રામનગર, રફિકભાઈ ના મકાનમાં ભાડેથી, મન્સુરી હોલની બાજુમાં, લિંબાયત, સુરત એ ટેક્સ્ટાઇલ માર્કેટ વિસ્તારમાંથી બેંકમાંથી રકમ ઉપાડવા જતાં વેપારીઓના કિસ્સા પાકીટ પર નજર રાખી, રેકી કરી તેઓને વાહન અડાડી ટક્કર મારી નજર ચૂકવી હાથચાલાકીથી રોકડ રકમ ચોરી કરી જતા હતા.

પોલીસે આ ગુનામાં વપરાતા મોપેડને પણ જપ્ત કરી છે. પોલીસે તેમની ધરપકડ કરી પૂછપરછ કર્યા બાદ ઘણા ગુનાઓને અંજામ આપ્યા હોવાનું કબુલાત કરી છે.

તેમજ તેમણે હાથ ચાલાકીથી વેપારીના કિસ્સામાં રોકડ 50 હજારના બંડલની ચોઈ કરી હતી, એવા ગુનાની પણ કબુલાત કરી છે. હાલમાં સલાબતપુરા પોલીસે તેઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Be the first to comment on "સુરતના ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાંથી લોકોના ખિસ્સા માંથી પૈસા સેરવી જતી ગેંગને પકડી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ"

Leave a comment

Your email address will not be published.


*