સિઝનનો 100% વરસાદ થતા સુરતીલાલાઓ થયા આનંદિત- હજુય છેલ્લા 2 વર્ષ કરતાં 30% ઓછો

સુરત(ગુજરાત): ગુજરાતમાં હાલ વરસાદી માહોલ(Rainy weather) જામ્યો છે. તે દરમિયાન સપ્ટેમ્બર(September)માં રેકોર્ડબ્રેક 19 ઇંચથી વધુ વરસાદ પડતા સુરત શહેર(Surat city)માં મોસમના 55 ઇંચ સાથે 100…

સુરત(ગુજરાત): ગુજરાતમાં હાલ વરસાદી માહોલ(Rainy weather) જામ્યો છે. તે દરમિયાન સપ્ટેમ્બર(September)માં રેકોર્ડબ્રેક 19 ઇંચથી વધુ વરસાદ પડતા સુરત શહેર(Surat city)માં મોસમના 55 ઇંચ સાથે 100 ટકા વરસાદ નોંધાયો છે. જો કે, છેલ્લા 2 વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદ ઓછો પડયો છે. 2019માં 67 ઇંચ અને 2020માં 87 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેની સરેરાશ 77 ટકા લેખે આ વર્ષે બે વર્ષ(Two years) કરતા 30 ટકા ઓછો વરસાદ ખાબક્યો છે.

વરસાદની આગાહી આગામી દિવસમાં હોવાથી વરસાદનો આંકડો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલુ સિઝનમાં જુન, જુલાઇ અને ઓગસ્ટમાં કુલ 36 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આ મહિને જ 19 ઇંચ વરસાદ સાથે સિઝનનો 35 ટકા વરસાદ ખાબકી ચુક્યો છે. નોંધનીય છે કે, શહેરમાં છેલ્લા બે દિવસથી ઉઘાડ નિકળતા મહત્તમ તાપમાનમાં સતત વધારો થતો જાય છે. શનિવારે તાપમાનમાં 4 ડિગ્રી બાદ આજે વધુ એક ડિગ્રીનો વધારો થયો છે. મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું.

6 કિ.મીની ગતિએ નોર્થ-વેસ્ટ દિશામાંથી પવનો ફૂંકાયા હતા. જેને કારણે બંગાળની ખાડીમાં લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું. ત્યારબાદ તે ચક્રવાતી તોફાનમાં ફેરવાય ગયું છે. જોકે આ તોફાન પશ્ચિમ દિશા તરફ આગળ વધતાં નબળું પડી ડિપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમ છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત સુધી આગળ વધશે. જેથી સોમવારથી ત્રણ દિવસ શહેરમાં ફરીથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત શનિવારે ઉકાઇ ડેમમાંથી 98500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. મોડીરાતથી આવક ઘટતાં સવારથી આઉટફ્લો ઘટાડી 34422 ક્યુસેક કર્યા પછી રાત્રે 10 વાગ્યા બાદ 70 હજાર ક્યુસેક કરવામાં આવ્યો હતો. સાંજે 8 કલાકે ડેમની સપાટી 342.51 ફૂટ હતી. હથનુર ડેમનો ડિસ્ચાર્જ 24961 ક્યુસેક હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *