સુરત સિવિલની આ જર્જરિત હાલત જોઇને તમે જ કહો, હોસ્પિટલ છે કે કોઈ ખંડેર બિલ્ડીંગ?

સુરત(Surat): શહેરની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital Surat) ફરી એક વખત ચર્ચામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ સાવ ખંડેર હાલતમાં હોય તેવું સોશિયલ મીડિયા…

સુરત(Surat): શહેરની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital Surat) ફરી એક વખત ચર્ચામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ સાવ ખંડેર હાલતમાં હોય તેવું સોશિયલ મીડિયા (Social media)માં વાયરલ થઇ રહેલા ફોટો પરથી કહી શકાય. વાત કરવામાં આવે તો આ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારના ઠેકાણા નથી અને જ્યાં જુઓ ત્યાં પોપડા દેખાઈ રહ્યા છે. તેવા આક્ષેપ આમ આદમી પાર્ટી (AAP) સુરત શહેર 161 વરાછા વિધાનસભા સંગઠન મંત્રી દિશાંત પાંચાણી (Dishant Panchani) દ્વારા લગાવવામાં આવ્યા છે.

ફેસબુક પર લાઈવ કરતા નવી સિવિલ હોસ્પિટલની અત્યંત જર્જરિત હાલત જોવા મળી હતી. ત્યારે શું તંત્ર કોઈ મોટી જાનહાની થાય તેની રાહ જોઇને બેઠું છે કે જલ્દીથી જલ્દી આ હોસ્પિટલનું સમારકામ કરશે? તેતો હવે જોવું જ રહ્યું.

દિશાંત પાંચાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો સાથે એક પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, સુરત ગુજરાતનો જ એક ભાગ છે, કહેવાય છે કે અહી 27 વર્ષથી ભાજપનું શાસન છે.

આજ રોજ ઘણા સમય પછી કામ માટે સિવિલ જવાનું થયું 12-12 ભાજપના ધારાસભ્યો ઘણા સમયથી છે છતા ગુજરાત સરકાર સંચાલિત સિવિલની કેવી મોટાભાગના વોર્ડની, બિલ્ડિંગની જર્જરિત હાલત છે એ તમે જોઈ શકો છો.

વધુમાં ઉમેરતા કહે છે કે, ભાજપ 28 વર્ષથી સતામાં છે, છતાં પણ હોસ્પીટલની હાલત અત્યંત ખરાબ છે, હોસ્પીટલની છત પરથી પાણી પડી રહ્યું છે અને આ છત પડે તેવી હાલતમાં જ છે.

હોસ્પીટલ ખુબ જ જર્જરિત હાલતમાં છે. સુરત સિવિલની આ જર્જરિત હાલત જોઇને તમે જ કહો, હોસ્પિટલ છે કે કોઈ ખંડેર બિલ્ડીંગ?

મહત્વનું છે કે, સિવિલ હોસ્પિટલની આ બિલ્ડિંગ સપૂર્ણ પણે જર્જરિત હાલતમાં દેખાઈ રહી છે.

શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઇને બેઠું છે કે પછી કોઈ સમારકામ વહેલી તકે કરશે? તે તો આવનારો સમય જ બતાવી શકશે.

આ પ્રકારની હોસ્પિટલની હાલત જોઇને કહી શકાય કે, દર્દીના માથે મોત મંડરાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *