સુરત સિવિલમાં ભૂખ્યા મરી રહ્યા છે દર્દીઓ, ઘરેથી મોકલેલા ટીફીન છેલ્લા બે-બે દિવસથી કચરામાં મળ્યા…

હાલમાં જયારે કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યના સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર સતત વધી…

હાલમાં જયારે કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યના સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ શહેરની નવી સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં ચાલી રહેલ લાલીયાવાડીની પોલ ખોલતી ઘટના સામે આવી છે.

આ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે પરિજનો દ્વારા લાવવામાં આવેલ ટિફિન કચરામાંથી મળી આવ્યા છે. નવી સિવિલ હોસ્પિટલનાં કોવિડ વિભાગમાં રેઢિયાર કારભારનો આ નમૂનો છે. આની સાથે-સાથે જ દર્દીને કલાકો સુધી ભોજન વગર રંજાડવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

હોસ્પિટલના સ્ટાફ તથા અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ થયા છે. અધિકારીઓને રજુઆત કરવા છતાં એકબીજા પર ખો નાખી રહ્યા હોવાંનો દર્દીના સગાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કોરોનાનો નવો સ્ટ્રેઇન શહેરમાં વધારે ઝડપથી ફેલાવાને લીધે મૃત્યુદરમાં વધારો નોંધાઈ રહ્યો છે.

સમગ્ર શહેરમાં સતત વધતા જતાં કોરોના કેસને કારણે 1,650 જેટલા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં 2 લાખથી પણ વધારે લોકો ઘરમાં કેદ થઈ ગયા છે તેમજ સુરત કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોની અવરજવર રોકવા માટેનો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

તમામ ટીમમાં પોલીસના 2 જવાન તેમજ પાલિકાના એક કર્મચારીને વાહનની ફાળવણી કરી દેવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોનના નિયમોના ભંગ કરતા લોકો વિરુદ્ધ 50 જેટલી ટીમો પાલિકા દ્વારા બનાવવામાં આવી છે. શહેરમાં પ્રતિ દિન 25,000 જેટલા રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

આની સાથે જ 4,000થી વધારે RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર સુરત શહેરમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન ઝડપથી વધી રહ્યો છે. જેને કારણે લોકોએ સામાન્ય લક્ષણો જણાઈ આવે તો તાત્કાલિક તબીબી તપાસ કરાવી ફરજિયાત તબીબી સારવાર લેવી જરૂરી હોવાનું આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *