સુરતમાં કોરોનાનો ભરડો! અડધા જ દિવસમાં એકસાથે નોંધાયા આટલા કેસ

Published on Trishul News at 5:18 PM, Thu, 13 August 2020

Last modified on August 13th, 2020 at 5:18 PM

સુરત શહેર સહિત સમગ્ર જીલ્લામાં જન્માષ્ટમીના દિવસે ફરીથી કોરોના વાયરસના  કેસોમાં વધારો નોંધાયો હતો. બુધવારે સુરત શહેરમાં 272 કેસો નોંધાયા હતા. ગુરૂવારે બપોર સુધી 108 કેસો સામે આવ્યા છે. જયારે કોરોનાથી બે વ્યક્તિના મોત થયા છે. આ સાથે સુરતમાં કુલ 16,550 કેસો નોધાઇ ચુકયા છે. મૃત્યુઆંક 712 એ પહોચ્યો છે. તેની સામે અત્યાર સુધી 12,545 લોકો સાજા થઇ ઘરે પાછા ફર્યા છે.

સુરત શહેર અને સુરત જીલ્લામાં કોરોના વાયરસના કેસો વધતા તંત્ર દ્વારા અનેક જનજાગૃતિના પગલાઓની સાથે લોકોને સારવાર મળી રહે તે પ્રકારની તમામ વ્યવસ્થા કરી આવી છે.

સરકાર દ્વારા ધન્વંતરી રથ અને 104ની સેવા પણ કાર્યરત કરી લોકોને ઘર બેઠા સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તેમ છતાં કતારગામ , અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે દરમ્યાન ગુરૂવારે બપોર સુધી સુરત શહેરમાં 80 કેસ નોધાયા છે.આ ઉપરાંત ધન્વતરી રથ દ્વારા નાગરિકોના ઘર ઘર સુધી તપાસ કરવામાં આવી રહી છે.

આ સાથે સુરત શહેરમાં 13,333 કેસો નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં પણ કેસો વધી રહ્ના છે. બપોર સુધીમાં સુરત જીલ્લામાં 28 કેસ નોધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝિટિવ આંક 3,320 કેસો નોધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ આંક 16,650 પર પહોચ્યો છે.

આ ઉપરાંત કોરોનામાં વધુ બે દર્દીઓના મોત થતા મૃત્યુઆંક 712 પર પહોચ્યો છે. આ ઉપરાંત કોરોનાને હાર આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્ના છે. અત્યાર સુધી કોરોનાને હાર આપી 12,545 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. ગુરૂવારે નોધાયેલા નવા કેસોમાં સિવિલ, સ્મિમેર અને ખાનગી હોસ્પિટલના તબીબો, કાપડ વર્કર, ડાયમંડ વર્કર, નર્સ, પાલિકાના કર્મચારીઓ વગેરે શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Be the first to comment on "સુરતમાં કોરોનાનો ભરડો! અડધા જ દિવસમાં એકસાથે નોંધાયા આટલા કેસ"

Leave a comment

Your email address will not be published.


*