AAPના કાર્યકરોએ મહેશ સવાણીના પગે પડીને કહ્યું “તમે પાર્ટીમાં પાછા આવો”- જુઓ લાઈવ વિડિયો

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) છોડ્યા પછી મહેશ સવાણી(Mahesh Savani)ને સુરત(Surat) ખાતે શહેર કોર્પોરેશનના સભ્યો તેમણે મળવા માટે પહોંચી ગયા હતા. આમ આદમી પાર્ટીની કોર્પોરેટર ટીમે…

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) છોડ્યા પછી મહેશ સવાણી(Mahesh Savani)ને સુરત(Surat) ખાતે શહેર કોર્પોરેશનના સભ્યો તેમણે મળવા માટે પહોંચી ગયા હતા. આમ આદમી પાર્ટીની કોર્પોરેટર ટીમે મહેશ સવાણીની મુલાકાત લેવા માટે પહોંચી ગયા હતા. આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા તેમજ સુરત મહાનગરપાલિકાનાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી(Dharmesh Bhanderi)નાં નેતૃત્વમાં કોર્પોરેટરોએ મહેશ સવાણીની મુલાકાત કરી હતી.

આ સમયે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહિલાઓ રડી પડી હતી અને મહેશ સવાણીને પક્ષ ન છોડવા માટે વિનંતી કરી હતી. આ સમયે એક કોર્પોરેટર તો મહેશ સવાણીના પગે પડી ગયા હતા અને પક્ષ ન છોડવા માટે આજીજી કરવા લાગ્યા હતા. કોર્પોરેટર રચના હિરપરા, વિપુલ સુહાગીયા, પાયલ સાકરિયા, શોભના કેવડીયા, મોનાલી હિરપરા, અશોક ધામી સહિતની કાર્યકર્તાઓની આખી ટીમ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા મહેશ સવાણીને મળ્યા હતા.

આમ આદમી પાર્ટી ન છોડવા માટે સતત આજીજી કરતા જોવા મળી રહ્યા હતા. સૌ સાથે મળીને પરિવર્તનની લડાઈ લડવાની હાંકલ કરવા માટે આમ આદમી પાર્ટીની કાર્યકર્તા ટીમ અને કોર્પોરેટર ટીમ મહેશ સવાણીને મળવા પહોંચી આવી હતી. જ્યાં સુધી મહેશ સવાણી નહિ માને ત્યાં સુધી ઉપવાસ શરુ રહેશે અને હાલમાં અત્યારે કોર્પોરેટરો ઉપવાસ શરુ કરી દેવામાં આવ્યો છે.

શું મહેશ સવાણી ભાજપમાં જોડાશે?
મહેશ સવાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ તે અંગે સવાલ પૂછતા તેમણે ભાજપમાં જોડાશે તેવી વાતને તેમણે નકારી નહોતી અને કહ્યું હતું કે, તેમણે જ્યાં સેવા કરવાનો મોકો મળશે ત્યાં જોડાઇશ તેવું ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવાને લઇને મહેશ સવાણીએ કહ્યું કે, જે સેવા કરતા ઈચ્છતા હશે તેમની સાથે આગામી સમયમાં જોડાઇશ. મને કોઈ પણ પ્રકારના હોદ્દાનો કોઇ મોહ નથી. મને મંત્રી થવાનો પણ કોઈ પણ પ્રકારનો મોહ નથી અને મારે કોઇની પણ સાથે વાદ વિવાદ નથી.

મને કોઈનું ડર કે દબાણ નથી. હું રાજીખુશીથી આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું. મેં છેલ્લા ત્રણ ચાર દિવસથી મનોમંથન કર્યું. મેં ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પ્રકારની બેઠક કે મિટિંગ નથી કરી અને કોઇને પાડી દેવા તેવી ભાવના મારામાં નથી. કોઇના વિશે ખરાબ બોલવું તે મને યોગ્ય લાગતું નથી. તમામે મને સમજાવ્યા અને કહ્યું કે તમે રાજનીતિના માણસ નથી તમે ખોટી જગ્યાએ આવી ગયા છો.

શા માટે આપનો સાથ છોડ્યો?
રાજીનામાનું કારણ આપતા મહેશ સવાણીએ કહ્યું છે કે, તે હવે રાજકારણમાંથી બહાર આવીને સામાજિક સેવા કરશે. મહેશ સવાણીએ વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીમાં હવે હું નથી. હવે હું પૂર્ણ સમય માટે સેવા જ કરતો રહીશ. વધુમાં તેમણે જણાવતા કહ્યું છે કે, જે સારું કામ કરતા હશે તેમની સાથે હું સામાજિક સેવામાં જોડાઇશ. મને હોદ્દાનો કોઈ મોહ નથી હું સેવાનો માણસ છું. વધુમાં કહ્યું છે કે, મારા પર કોઈ પણ પ્રકારનું દબાણ નથી. મારું શરીર સાથ નથી આપતું. બધા કહેતા હતા કે તમ રાજકારણના માણસ નથી. મારે બધા પક્ષના નેતાઓ સાથે સારા સબંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *