સુરત કોર્ટે નારાયણ સાંઈને આપી આજીવન કારાવાસની સજા- જાણો ક્યા ગુના આચર્યા હતા.

સુરતના ચકચારી સાધિકા દુષ્કર્મ કેસના 10 આરોપીઓ પૈકી આસારામના પુત્ર એવા મુખ્ય આરોપી નારાયણ સાંઈ સહિત સાધિકા ગંગા જમના, સાધક હનુમાન તથા ડ્રાઈવર રમેશ મલ્હોત્રાને…

સુરતના ચકચારી સાધિકા દુષ્કર્મ કેસના 10 આરોપીઓ પૈકી આસારામના પુત્ર એવા મુખ્ય આરોપી નારાયણ સાંઈ સહિત સાધિકા ગંગા જમના, સાધક હનુમાન તથા ડ્રાઈવર રમેશ મલ્હોત્રાને એડીશ્નલ સેશન્સ કોર્ટે દોષી ઠેરવ્યા બાદ મુલત્વી રાખેલા સજાનો ચુકાદોમાં સુરતની સેશન્સ કોર્ટે આજે નારાયણ સાંઇને આજીવ કેદની સજા ફટકારવામાં આવી છે.

નારાયણ સાઇને આજીવન કેદની સાથે 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો દંડ ન ભરે તો 1 વર્ષની સજા. આ ઉપરાંત સાધિકા ગંગા ઉર્ફે ધર્મિષ્ઠા અને જમુના ઉર્ફે ભાવનાને 10 વર્ષની કેદ અને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો દંડ ન ભરે તો 6 માસની જેલની સજા.

સાધક હનુમાન ઉર્ફે કૌશલ ઠાકુરને 10 વર્ષની જેલ અને 5 હજારનો દંડ અને દંડ ન ભરે તો 6 માસની સજા. ડ્રાઇવર રમેશ મલહોત્રાને પુરાવાના નાશ કરવા બદલ 6 માસની જેલ અને 500 રૂપિયા દંડ, ન ભરે તો 1 મહિનની સજા ફટારવામાં આવ્યો છે. આ કેસમાં કોર્ટે આરોપીઓને આશરો આપવા સહિત મદદ કરવાના ગુનાના આરોપોમાંથી પાંચ આરોપી સાધક-સાધિકાઓને નિર્દોષ જાહેર કર્યા છે.

આ કેસમાં કોર્ટે આરોપીઓને આશરો આપવા સહિત મદદ કરવાના ગુનાના આરોપોમાંથી પાંચ આરોપી સાધક-સાધિકાઓને નિર્દોષ જાહેર કર્યા છે.

શું છે સમગ્ર મામલો

17-18 વર્ષ પહેલાં સુરતના જહાંગીરપુરા આશ્રમમાં સત્સંગમાં આવેલી ફરિયાદી સાધિકા યુવતિ સાથે આસારામના પુત્ર નારાયણ સાંઈએ અન્ય આરોપી સાધક-સાધિકાઓની મદદગારીમાં બળજબરીથી દુષ્કર્મ આચરી ધાકધમકી આપવાના ગુના અંગે વર્ષ-2013માં જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સુરતના ચકચારી હાઈ પ્રોફાઈલ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી નારાયણ સાંઈ સહિત અન્ય દશ આરોપીઓ વિરુધ્ધ ચાલેલી ન્યાયિક કાર્યવાહીના અંતે એડીશ્નલ સેશન્સ કોર્ટે ગઈ તા.26મી એપ્રિલના રોજ ચુકાદો જાહેર કર્યો હતો.

 

જેમાં મુખ્ય આરોપી નારાયણ સાંઈને ઈપીકો-379(2)(C)377 સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય, 354,504,506(2)508120b તથા 114ના ગુનામાં દોષી ઠેરવ્યા હતા. આરોપી સાધિકા બહેનો ધર્મિષ્ઠા ઉર્ફે ગંગા તથા ભાવના ઉર્ફે જમના પટેલ તથા કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાનને ધાકધમકી આપવા સિવાય ઉપરોક્ત તમામ ગુનાની કલમો હેઠળ દોષી ઠેરવ્યા હતા.

જ્યારે ભાગેડુ આરોપીઓને મદદગારી કરવા તથા પુરાવાનો નાશ કરવાના કાવતરામાં સામેલ આરોપી ડ્રાઈવર રમેશ રાજકુમાર મલ્હોત્રાને ઈપીકો-212 તથા 114ના ગુનામાં દોષી જાહેર કર્યો છે. જ્યારે આ કેસના અન્ય પાંચ આરોપી સાધક-સાધિકા મોનિકા અગ્રવાલ, મોહિત ભોજવાણી, પંકજ ઉર્ફે ચિન્ટુ દેવડા, અજય તથા નેહા દિવાનને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો.

કોર્ટ પરિસરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

નારાયણ સાઈ દુષ્કર્મ કેસમાં સુરત નામદાર કોર્ટ આજ રોજ આરોપીઓને સજા ફરમાવાની છે, ત્યારે કોર્ટ પરિસરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આરોપીઓને કોર્ટમાં હાજર કરે તે અગાઉ સુરત પોલીસના બીડીડીએસ અને ડોગ સ્ક્વોડ ની ટિમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષા-વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અનીઇચ્છીય ઘટના કે કાંકરીચાળો ન થાય તેની પૂરતી તકેદારી સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરતની સાધિકા સાથે દુષ્કર્મ કેસમાં નામદાર સેશન કોર્ટે આરોપીઓને પૂરતા પુરાવાના આધારે દોશી કરાર કર્યા છે. કોર્ટ આજે આરોપીઓને સજા ફરમાવાની છે, ત્યારે કાયદો-વ્યવસ્થા બની રહે તેની તકેદારી સુરત પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. આરોપીઓને કોર્ટમાં હાજર કરે તે અગાઉ જ કોર્ટ પરિસરમાં સુરત બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની ટિમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનો અને વકીલોના ટેબલો નજીક ડોગ સ્ક્વોડની મદદથી સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.કોઈ કાંકરીચાળો કે અનિચ્છીય ઘટના ન બને તેને લઇ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. નારાયણ સાઈના ચહેરા પર સજાનો ખોફ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. નારાયણ સાઈએ પોતાના વકીલ સાથે 2 મિનિટ વાત કરવાની માગણી કરી સજાને લઈને દલીલો શરૂ કરી છે.

ફરિયાદી પક્ષની દલીલ

– ધર્મના ઉચ્ચ સ્થાને બિરાજીને નારાયણ સાંઈ લોકોને ઉપદેશ આપતા હતા.

– 376-1 અને 376-2 વચ્ચે સજાનો મોટો તફાવત.

– વાડ જ ચિભડા ગળે તો બીજાનું શું કહેવું ?

– પ્રભાવશાળી હોદ્દા પર બિરાજમાન બેસેલા લોકો જો આવો ગુનો કરે તો કડક સજા થવી જ જોઈએ.

– આરોપીને સજા કરવાનો મુખ્ય હેતુ સમાજમાં ગુના બનતા અટકાવવા આવા ગુના વારંવાર ન થાય એ માટે વધુમાં વધુ સજા થવી જોઈએ.

– ગંગા અને જમના આ બન્ને જ્યારે પરિવાર ને છોડી આશ્રમ જતી હતી ત્યારે પરિવારનો વિચાર ન આવ્યું અને હવે સજા ઓછી થાય આ માટે પરિવારની વાતો કરવામાં આવી રહી છે.

વકીલ પરમાર..

– 2014માં બળાત્કારના કેસો નોંધાયા હતા..

– વિકટીમને ઘણું સહન કરવું પડ્યું છે..

– આ કેસમાં સૃષ્ટિ વિરુદ્ધનું પણ કૃત્ય કરવામાં આવ્યું છે..અહીં પીડિતાના શરીરને જ નહીં આત્માને પણ દુઃખી કરાઈ છે..

– આરોપી અને તેના પિતાના સેંકડો આશ્રમો છે. લાખોની સંખ્યામાં તેમના અનુયાયી છે..

– આરોપીના આ પ્રકારના કૃત્યએ અસંખ્ય લોકોની આસ્થા પર ઘા કર્યો છે..

– આશ્રમોમાં આવા કૃત્ય થાય તો કોઈ જવા તૈયાર નહિ થાય..

– ગુરુનું સ્થાન ભગવાન કરતા મોટું અને પિતા કરતા પણ પૂજ્ય સ્થાને..તે જો આવું કૃત્ય કરે તો તેના માટે કોઈ દયા બતાવી શકાય નહીં..

– ધાર્મિક ગુરુઓ પાસે તમામ લોકો આવે છે. નારાયણ અને આસારામના દેશ વિફેશમાં આશ્રમ આવ્યા છે. લાખોની સંખ્યાંમાં અનુયાયી છે.

– દંડ સાથે વળતર પણ પીડિતાને આપવામાં આવે

– પીડિતાને ન્યાય સાથે યોગ્ય પુરસ્થાપન કરવા મળે

– બળાત્કારની તાત્કાલિક ફરિયાદ આપી હોય, મેડિકલ એક્ઝામિનેશનમાં પોઝિટિવ આવ્યો હોય અને ફરિયાદ પક્ષ સબળ પુરાવા રજૂ કરે તો માની શકાય પણ આમાં એવું નથી.

–  હેવી પનિશમેન્ટ કરવાથી સમાજમાં દાખલો બેસે પણ નિર્ભયા કેસ પછી પણ કેટલા બનાવો બન્યા છે.

– સજાના ડરથી ગુના બંધ થતાં નથી.

– સરકારે લોકોની માનસિકતા બદલવી પડે અને સરકાર પાસે સમય નથી.

– સાડા અગિયાર વર્ષ કેસ ડીલે છે.

– ઇમોશનલ અને સેન્ટિમેન્ટલ દલીલનો કોઈ મતલબ નથી.

– ચાર વર્ષની સજા કરી શકાય છે.

– નારાયણ સાઇ બળાત્કાર કેસમાં બંને પક્ષની દલીલ પૂર્ણ, કોર્ટ સંભળાવશે સજા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *