સુરત ક્રાઈમ બ્રાંચ એ રીઢા ચોર ગેંગ ને જડપી ૧૬ લાખ નો મુદામાલ જપ્ત કર્યો…

સુરત શહેરમાં 15 દિવસમાં ચોરી ની બે ઘટના ને અંજામ આપી તસકરો ફરાર થઇ ગયા હતા. આ ઘટના ને લઈ શહેર પોલીસ દોડતી થઈ હતી.…

સુરત શહેરમાં 15 દિવસમાં ચોરી ની બે ઘટના ને અંજામ આપી તસકરો ફરાર થઇ ગયા હતા. આ ઘટના ને લઈ શહેર પોલીસ દોડતી થઈ હતી. ત્યારે ક્રાઇમબ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરી ને અંજામ આપનારી ગેંગ ભેસ્તાન ખાતે ફરી રહી છે.

જે બાતમી ને આધારે ક્રાઇમબ્રાન્ચે વોચ ગોઠવી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.જેઓની પાસેથી પોલીસે રૂ 16 લાખ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ પૂછપરછ માં બન્ને એ પોતાનું નામ અનુપ નાયર અને શાહરૂખ જણાવ્યું હતું.પોલીસ પૂછપરછ માં તેઓએ કબૂલાત કરી હતી કે તેઓ રાત્રી દરમિયાન પહેલા ઘરો ની રેકી કરી લેતા હતા બાદ માં અનુપ ચોરી ની બાઈક પર શાહરુખ ને બેસાડી આવતો હતો.

શાહરુખ શરીરે પાતળો હોવાથી તે બાથરૂમ અથવા રુમ ની ગ્રીલ તોડી અંદર પ્રવેશ તો હતો અને ચોરી ને અંજામ આપી ફરાર થઈ જતો હતો. જો કે ચોરી કર્યા બાદ જતા વેળા એ તે ફરી ગ્રીલ ને જોડી દેતો હતો કે જેથી પોલીસ ને ફરિયાદી પર જ પહેલો શક જાય. શાહરુખ અગાઉ 5 વાર ઘરફોડ ચોરી ના ગુનામાં મધ્યપ્રદેશ પોલીસ ના હાથે ઝડપાય ચુક્યો છે આ ઉપરાંત અનુપ પણ અપહરણ ના ગુના માં ઝડપાય ચૂકયો છે.હાલ તો ક્રાઇમબ્રાન્ચે બન્ને નીવધુ પૂછપરછ હાથ ધરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *