સુરત: નશેરી પિતાએ ઘરમાં સુતા પરિવારને અસીડ નાંખી કર્યો હત્યા… જાણો વિગતે

467
TrishulNews.com

સુરતમાં એક હ્રદયને ચોકવાનારી ઘટના સામે આવી છે. પુણાગામની હરિધામ સોસાયટીમાં નશેરી પિતાએ ઊંઘતા પરિવાર પર એસિડ નાખીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેમના પરિવારમાં બે દીકરી, એક દીકરો અને પત્ની છે, જેને મારી નાખવાનો પ્રયાસ કરતા આ ચર્ચાનો વિષય બન્યો છે. વહેલી સવારે આ ઘટનાથી ડરેલા પરિવારે બુમાબુમ કરતાં આખી સોસાયટી ભેગી થઇ ગઇ હતી, બાદમાં પરિવારને હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ એક દીકરી અને માતાની હાલત ગંભીર હોવાનું તબીબો કહી રહ્યા છે. જ્યારે નિર્દયતાથી ઊંઘતા પરિવાર પર એસિડ ફેંકનાર પિતા ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

પુણાગામની હરિધામ સોસાયટીમાં છગનભાઇ વાળા એક દીકરો, બે દીકરી અને પત્ની સાથે રહે છે. છગનભાઈ હાલ બેકાર છે. અને દારૂના વ્યસ્ની છે. જેને લઈને વારંવાર પત્ની પાસે દારૂ પીવા રૂપિયાની માંગ કરી ઝઘડો કરતો હતો. દરમિયાન આજે વહેલી સવારે છગનભાઈએ દીકરી અલ્પા (ઉ.વ.18), દીકરી પ્રવિણા (ઉ.વ.25), દીકરો ભાર્ગવ (ઉ.વ.21) અને પત્ની હર્ષા પર એસિડ નાખી દીધું હતું. અને ફરાર થઈ ગયો હતો.

પરિવારની બુમાબુમથી સોસાયટીવાસીઓ દોડી આવ્યા હતા. અને તમામને સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં એક દીકરી અને માતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી છે. અને વધુ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Loading...