ગણેશ વિસર્જન માટે બનાવાયેલ કૃત્રિમ તળાવ તાપીમાં ગરકાવ, ભક્તોમાં ચિંતા છવાઈ ક્યા કરશે વિસર્જન?

સુરતમાં વહેલી સવારથી અવિરતપણે વરસાદ વરસી રહયો છે. સુરતના ચોક બજાર, કતારગામ, અઠવાગેટ, પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ મન મૂકી ને વરસી રહ્યો છે. ત્યારે બીજી…

સુરતમાં વહેલી સવારથી અવિરતપણે વરસાદ વરસી રહયો છે. સુરતના ચોક બજાર, કતારગામ, અઠવાગેટ, પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ મન મૂકી ને વરસી રહ્યો છે. ત્યારે બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈડેમ ની સપાટી 340 ફૂટ નજીક નજીક પહોંચી ગઈ છે. ભયજનક સપાટી થી માત્ર 5 ફૂટ ડેમ ની સપાટી દૂર છે. હાલ તંત્ર ની સાથે સ્થાનિકોમાં પણ ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે એક તરફ ડેમ ની સપાટી સતત વધારો અને બીજી તરફ અમાસ ની ભરતી ને લઈ પાણી નો નિકાલ કઈ રીતે કરવો એ તંત્ર ના માથાના દુખાવા સમાન બની ગયો છે.

ઉકાઈ ડેમ માંથી 1.27 લાખ ક્યુસેક પાણી છોડતા તાપી નદી પણ બન્ને કાંઠે વહેતી થઈ હતી. કલેકટર દ્વારા રાઉન્ડ ધ ક્લોક માહિતી મેળવવામાં આવી રહી છે. તેમજ તંત્ર ને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસથી ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ઉકાઈ ડેમ ની સપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ઉકાઈ ડેમની સપાટી 340 ફૂટ નજીક પહોંચતા ડેમ માંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

સાથોસાથ અમાસની ભરતીના કારણે પાણી ની સપાટી વધતા તાપી નદી કાંઠા કરતા ઉપર વહી રહી હતી. જેને કારણે મનપા દ્વારા બનાવેલ કૃત્રિમ તળાવમાં પાણી ફરી વળ્યાં હતા. કૃત્રિમ તળાવ ની બહાર લાગેલા પતરા પણ પાણી ના વહેણ માં તોડી નાખ્યા હતા. સુરતમાં પીઓપી ની 4 ફૂટ કે તેથી નાની 25 હજાર જેટલી મૂર્તિ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. ત્યારે આવતી કાલે આ તમામ મૂર્તિઓનું કઈ રીતે વિસર્જન કરવું એ તંત્ર માટે માથા ના દુખાવા સમા બની ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો. ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *