સુરતમાં 1 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો: કેમિકલમાંથી એમડી ડ્રગ્સ બનાવતો હતો આરોપી

સુરતમાં ડ્રગના ઘણા કેસો સામે આવી રહ્યા છે. ત્યારે 9 મહિના અગાઉ એક કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયો હતું. પરંતુ પોલીસ તપાસમાં તેને લગતા ચોંકાવનારા બીજા…

સુરતમાં ડ્રગના ઘણા કેસો સામે આવી રહ્યા છે. ત્યારે 9 મહિના અગાઉ એક કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયો હતું. પરંતુ પોલીસ તપાસમાં તેને લગતા ચોંકાવનારા બીજા ઘણા ખુલાસા થયા છે. મહારાષ્ટ્રથી 1 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી મનોજ પાટીલ ઝડપાયો છે. ઈન્ટરનેટ ઉપરથી તે પોતાના ઘરે લેબમાં MD ડ્રગ્સ બનાવતો હતો.

સુરતના ડુમસમાં 9 મહિના પહેલા કરોડના એમડી ડ્રગ સાથે સલમાન ઝવેરી નામના યુવકની ધડપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સુરત પોલીસે આ ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી મનોજ પાટીલની પણ ધડપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે મનોજ પાટીલને મુંબઈના પનવેલ પાસેથી ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મુંબઈમાં મનોજ પાટીલને વાપીની મિલમાંથી અન્ના મોંઘી કિંમતના બે કેમિકલો સપ્લાય કરવામાં આવતો હતો. મનોજ પાટીલે એમડી ડ્રગ્સ બનાવવા માટે ઘરમાં લેબ બનાવી હતી. મનોજ પાટીલ આ કેમિકલની મદદથી ઘરે જ એમડી ડ્રગ્સ બનાવતો હતો. ડ્રગ્સ બનાવવા માટે તે ઈન્ટરનેટની મદદ લેતો હતો.

મનોજ પાટીલે બોઈલર મિકેનિકલનો કોર્ષ કર્યો હતો. તે મુંબઈમાં પોતાના ઘરે જ ડ્રગ્સ બનાવતો હતો. જેના બાદ તે વાપીથી સુરત ખાતે રહેતા સલમાન ઝવેરીને સપ્લાય કરતો હતો. ત્યારબાદ અન્ના અન્ડાપયાન અને પ્રવિણ રોહીદાસ મ્હાત્રે મારફતે વાપીના મનોજ શીતલપ્રસાદ ભગતને સપ્લાય કરતો હતો. પોલીસે સુરતના ડ્રગ્સ કેસમાં 16 આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં મનોજ પાટીલે કહ્યું કે, પોતાના ઘરની લેબમાં તે ફોર અને બ્રોમીન નામના કેમિકલની મદદથી એમડી ડ્રગ્સ બનાવતો હતો. જોકે, આ ડ્રગ્સની ગુણવત્તા ખુબ જ હલકી કક્ષાની હતી. કારણ કે, બ્રોમીન નામના કેમિકલનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીયલમાં ડ્રાય સ્તુફ અને એગ્રીકલ્ચરમાં જંતુનાશક દવા બનાવવામાં ઉપયોગી બને છે. આ ડ્રગ્સ લેનાર લોકોને તેની ગંભીર આડઅસર પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *