સુરતમાં એમ્બ્રોઇડરી અને જરી એસોસિએશને બનાવેલા આ નિયમોથી શરુ થશે ધંધો- વાંચો અહી

દેશભરમાં છેલ્લા 60 દિવસથી વધુ સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારથી સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ બંધ પડ્યો છે સાથે સાથે જરી ઉદ્યોગને પણ અસર થઇ છે.…

દેશભરમાં છેલ્લા 60 દિવસથી વધુ સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારથી સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ બંધ પડ્યો છે સાથે સાથે જરી ઉદ્યોગને પણ અસર થઇ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત એમ્બ્રોઇડરી અને જરી એસોસિએશન દ્વારા અમુક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જે આ મુજબ હશે:

દિવાળી સુધી આપને બધાએ ટ્રેડર્સ અને ઉત્પાદકતા કોઈ પણ નવા ખાતાવાળાને એડ નહીં કરશે એટલે કે માલ નહીં આપશે. જો કોઈ ખાતાવાળાને નવો કોઈ સપ્લાયર મળશે તો એ પોતાની જૂની ઉધારી નહીં ચૂકવશે અને જો આપને નવું કોઈ ખાતું નહીં બનાવીએ તો એને પોતાના જૂના સપ્લાયરને જૂની ઉધારી ચૂકવી પડશે અને પછી માલ લેવો પડશે. આમ આપણા રૂપિયા સુરક્ષિત રહેશે.

માલ દેવા પહેલા જેટલું પણ જૂનું પેમેન્ટ હોય તેના ચેક વગર તારીખનો કે તારીખ સાથે લેવો ફરજિયાત કરે અને સાથે એક બ્લેન્ક ચેક પણ લઈ જેથી આપનું પેમેન્ટ સુરક્ષિત થઈ જાય. અને જો સામેવાળા આ રીતના તૈયાર નહીં થાય તો એનાથી વેપાર બંધ કરી દેવો. જેમાં એસોસિએશનના દરેક સભ્ય ટ્રેડર્સ અને ઉત્પાદકતાને સહયોગ કરશે.એવી વેપારીના નામ એસોસિએશનને જણાવે.

હમણાં સુધી આપને માલની ડિલિવરી ખાતામાં અમે ટ્રેડર્સ અને ઉત્પાદકતા કરાવતા હતા પણ વર્તમાન સમયને ધ્યાન રાખતા આપને આપના કારીગરને અલગ અલગ ખાતામાં મોકલવાથી કોરોના થવાનો ભય વધી જાય છે એટલે દિવાળી સુધી ખાતાવાળા ડિલિવરી પોતે લઈને જાય એ જ આપણા માટે સારું રહશે.અને જો આપની દુકાનથી કોઈ એક પણ સભ્ય કોરોના વાયરસ પોઝિટિવ મળશે તો આપની દુકાન 15 દિવસ સુધી બંધ થઈ જશે.

જેમ રીંગ રોડની બધી માર્કેટ ખુલશે ત્યારે તે સમયે આપને એસોસિએશનની એક મોટી મિટિંગ રાખીશું જેમાં બધાના પોઇન્ટ પર ચર્ચા કરશું અને નવા નિયમ લાગુ કરીશું.

જો બધા સહમત થાય તો દુકાન ખોલવાનો સમય સવારે 9:00 કલાકથી સાંજના 6:00 કલાક સુધી રાખે તો સારું કહેવાશે. બધાને ખાસ સૂચના છે કે બધા એકતા બનાવી રાખીએ માલ વેચવા કરતાં પેમેન્ટ પર ભાર આપીએ. બધા એક બીજાને સહયોગ કરીએ. તેથી બધા ટ્રેડર્સ કે ઉત્પાદકતાને નુકશાન થાય નહીં.

મોડું પેમેન્ટ આપનાર પાસૅથી વ્યાજ લેવામાં આવશૅ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *