સુરત માં કોરોનાએ એક જ હીરાના કારખાનામાં કામ કરતા ૧૪ કર્મચારીઓને બનાવ્યા શિકાર

સુરતના (Surat) કતારગામ વિસ્માંતાર હીરાના કારખાનામાં રેપીડ એન્ટીજન ટેસ્ટમાં 14 રત્નકલાકારો કોરોના પોઝિટિવ આવતા કારખાનું બંધ કરાવાયું હતું. તેમજ અન્ય કારખાનાને ગાઇડલાઇનનો ભંગ કરાતા બંધ…

સુરતના (Surat) કતારગામ વિસ્માંતાર હીરાના કારખાનામાં રેપીડ એન્ટીજન ટેસ્ટમાં 14 રત્નકલાકારો કોરોના પોઝિટિવ આવતા કારખાનું બંધ કરાવાયું હતું. તેમજ અન્ય કારખાનાને ગાઇડલાઇનનો ભંગ કરાતા બંધ કરાવાયું હતું. વરાછા- કતારગામમાં સંક્રમણ ઘટાડવા માટે ગાઇડલાઇનનું પાલન કરાય તે માટે સુરક્ષા કવચ કમિટી બનવવામાં આવી છે.

કતારગામ ઝોનમાં નંદુ દોશીની વાડીમાં એન. નરેશ અન્ડ કંપનીના ત્રીજા અને ચોથા માળે 60 ઘંટીઓ રહેલી છે.. જેમાં એક સાથે 14 રત્ન કલાકારો રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝીટીવ આવતાં યુનિટ બંધ કરાવી દેવાયુ હતું. આવી જ રીતે આગામી દિવસોમાં અન્ય યુનિટમાં પણ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે તેમાં વધુ કારીગરો પોઝીટીવ આવે તો કારખાના બંધ કરાવાશે.

આ જ વિસ્તારમાં આવેલું ગોપીનાથજી ઈમ્પેક્સ, જેમાં 80 ઘંટી છે તેમાં કોવિડની ગાઈડ લાઈનનો ભંગ કરવામા આવ્યો હોવાથી તે કારખાનું પણ બંધ કરાવાયું હતું. આ ઉપરાંત કતારગામમાં પાનના ગલ્લા અને ઈંડાની લારી તથા કેટલાક ડાયમંડ યુનિટમાં  સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતા  તેમની પાસે દંડ લેવામાં આવ્યો હતો.

હાલમાં કતારગામ અને વરાછા વિસ્તારમાં ડાયમંડ યુનિટ આવેલા છે. તેમાં કારીગરો તથા લોકોમાં જાગૃતિ લાવવા મ્યુનીસીપલ તંત્રએ યુનિટ  કતારગામમાં ૧૯૩ અને વરાછા વિસ્તારમાં ૮૫૯ સુરક્ષા કવચ કમિટિ બનાવી છે. જેના દ્વારા લોકોને કોવિડની ગાઈડ લાઈનનો અમલ કરાવવા માટે માટે જાગૃત્ત કરાઇ રહ્યા છે. ઉપરાંત જે વિસ્તારમાં વધુ કેસ છે ત્યાં કલસ્ટર જાહેર કરાયા છે. અને શાકભાજી તથા અન્ય વસ્તુ માટે ઓન લાઈન સુવિધા ચાલુ કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *