વિઘ્નહર્તા દેવનું વિસર્જન નિર્વિઘ્ને પૂર્ણ, સુરત પોલીસ અને FoPની પ્રશંસનીય કામગીરી

આજે ગણેશ ઉત્સવના આખરી દિન એ રાજ્યભરમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસના સહિયારા પ્રયાસથી ગત વર્ષ માફક આ…

આજે ગણેશ ઉત્સવના આખરી દિન એ રાજ્યભરમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસના સહિયારા પ્રયાસથી ગત વર્ષ માફક આ વર્ષે પણ સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત શહેરમાં ૨૧ જેટલા કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા અને એક પણ ગણેશ મૂર્તિ તાપી નદીમાં વિસર્જીત ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી. કતારગામ ઝોનમાં પાંચ કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા. પાંચ ફૂટથી મોટી પ્રતિમાનું વિસર્જન હજીરા ખાતે કરવામાં આવ્યું હતું. સમગ્ર સુરતમાં સુરત પોલીસ, મનપા સ્ટાફ અને ફ્રેન્ડ ઓફ પોલીસ ટીમ સુરક્ષા અને વ્યવસ્થા માટે ખડે પગે રહ્યા હતા.

પાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવ પર સુરક્ષા અને ટ્રાફિક કંટ્રોલ માટે સુરત પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો અને પોલીસ મિત્ર પ્રેમ પણ ખડે પગે હાજર રહી હતી. કતારગામ લંકાવિજય ખાતે બનાવવામાં આવેલા કુત્રિમ તળાવ પર કતારગામ પોલીસ અને કતારગામ પોલીસ મિત્ર ટીમ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી મા સુરત શહેરના પ્રથમ નાગરિક અને મેયર જગદીશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સિંગણપુર ડભોલી વિસ્તારમાં કોઝવે નજીક બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં સાંજે ૭ વાગ્યા સુધીમાં અંદાજે ૩૩૦૦ થી વધુ ગણેશ પ્રતિમા નું વિસર્જન થયું હતું. કોઝવે અને ડભોલીમાં બનાવવામાં આવેલા કુત્રિમ તળાવ ખાતે મોટી સંખ્યામાં ગણેશભક્તો વિસર્જન માટે પહોંચ્યા હતા. જેની સુરક્ષાના બંદોબસ્ત માટે ચોક બજાર પોલીસ અને પોલીસ મિત્ર ગ્રુપ દ્વારા ખડે પગે રહ્યા હતા.

સાંજ સુધીમાં સુરત શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બનવાનાં અહેવાલો મળ્યા નથી. સુરત શહેર પોલીસ દ્વારા આ વર્ષે અવાજ નું પ્રદૂષણ ન થાય તે માટે ડીજે પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે મહદ્અંશે સફળ રહ્યો હતો. અને શાંતિપ્રિય સુરતીઓ એ ગણેશ વિસર્જન કર્યું હતું.

સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા 21 તળાવમાંથી ડક્કા ઓવરાના બે તળાવ તાપી નદી નું સ્થળ ઊંચું આવતા ધોવાઈ ગયા હતા, જ્યાં સુરત મનપાના કર્મચારીઓ અને સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ગણેશ ભક્તો ની પ્રતિમાઓ એકઠી કરીને હજીરા ખાતે વિસર્જિત કરાઇ હતી. મહાનગર પાલિકા દ્વારા ગણેશ ઉત્સવ પહેલાં જ ઈકોફ્રેન્ડલી ગણેશજી વિસર્જનનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુરતવાસીઓને અપીલ કરવામાં આવી હતી કે શહેરની સોસાયટી અને મંડળો ફક્ત માટીની પ્રતિમાઓનું સ્થાપન કરે અને વિસર્જન પણ સોસાયટી કે મહોલ્લામાં જ કરે. જેનો પ્રતિસાદ પણ સારો મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *