નવરાત્રી આયોજકો ખેલૈયાઓને મોંઘા ભાવે પાણી વેચીને લૂંટી રહ્યા છે- સુરત પોલીસ આવી હરકત માં

Published on: 10:58 pm, Wed, 2 October 19

સુરતઃ નવરાત્રિ દરમિયાન આયોજકો દ્વારા ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડમાં પાણીની બોટલ લઈ જવા દેવામાં આવતા નથી. આ બાબતે સુરત પોલીસને ફરિયાદ મળતા આયોજકોને સૂચના આપી છે કે તેઓ ખેલૈયાઓને પીવાનું પાણી લઈ જવાની પરવાનગી આપે. એટલે કે હવે ખેલૈયાઓ પોતાની પાણીની બોટલ ગરબા ગ્રાઉન્ડમાં લઈ જઈ શકશે.

PicsArt 10 02 10.44.02 - Trishul News Gujarati Breaking News

નવરાત્રિમાં શહેરભરના પાર્ટીપ્લોટ અને ગ્રાઉન્ડ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા ખેલૈયાઓને ગ્રાઉન્ડની અંદર કોઈ પણ જાતની ખાદ્ય સામગ્રી કે પાણીની બોટલ લઈ જવા દેતા નથી. બીજી તરફ ગરબા ગ્રાઉન્ડની અંદર પાણીની બોટલ ઊંચી કિંમતે વેચાણ કરવામાં આવે છે. આ અંગે પોલીસને ફરિયાદ કરવામાં આવી. પોલીસે ફરિયાદને ધ્યાન પર લેતા ગરબા આયોજકોને સૂચના આપી છે કે તેમણે ખેલૈયાઓને પાણીની બોટલ ગ્રાઉન્ડમાં લઈ જેવા દેવી. આ સાથે આયોજન ગરબા સ્થળે પાણીની બોટલ વ્યાજબી ભાવે વેચવાની રહેશે.

પોલીસ દ્વારા આયોજકોની સૂચના બાદ પણ જો કોઈ ફરિયાદ મળશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય રીતે એવું બની છે કે જ્યારે ખેલૈયાઓ ઘરેથી પાણીની બોટલ લઈને ગરબા ગ્રાઉન્ડ પર પહોંચે છે તો તેમણે તે બોટલને બહાર મૂકવી પડે છે પરંતુ હવે તેવું નહીં થાય. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કઈ રીતે ગરબા આયોજકો બાઉન્સરો પાસે ખેલૈયાઓ પોતાની સાથે લાવેલું પાણી અંદર લઈને પ્રવેશી શકતા નથી અને ખેલૈયાઓને આયોજકોનો મોંઘું પાણી લેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. ખેલૈયાઓને એક વખત એન્ટ્રી આપ્યા બાદ બીજી વખત અંદર આવવા માટે પરવાનગી આપવામાં આવતી નથી જેથી ખેલૈયાઓ બહાર પાણી પીવા પણ જઈ શકે નહીં.