સુરતમાં મહિલાનું ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતા ગોરખધંધાનો થયો પર્દાફાશ

સુરતના વરાછા વિસ્તારમા આવેલી જીવનજયોત હોસ્પિટલમાં ચાલી રહેલા ગેરકાયદે ગર્ભ પરિક્ષણના ગોરખધંધા પર જીલ્લા હેલ્થ વિભાગે ક્રાઇમબ્રાંચ સાથે રહી દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન આરોગ્ય…

સુરતના વરાછા વિસ્તારમા આવેલી જીવનજયોત હોસ્પિટલમાં ચાલી રહેલા ગેરકાયદે ગર્ભ પરિક્ષણના ગોરખધંધા પર જીલ્લા હેલ્થ વિભાગે ક્રાઇમબ્રાંચ સાથે રહી દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન આરોગ્ય વિભાગને ગર્ભ પરિક્ષણ મશીન મળી આવતા સીલ કર્યું હતું. તથા બે તબિબ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જીલ્લા હેલ્થ વિભાગને એક માસ પહેલા ફરિયાદ મળી હતી કે વરાછા વર્ષા સોસાયટીમાં આવેલી જીવન જયોત હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરવામાં આવી રહ્યુ છે. જે ફરિયાદના આધારે હેલ્થ વિભાગ છેલ્લા પંદર દિવસથી વોચમાં બેઠી હતી. આજરોજ સવારે હોસ્પિટલમાં ક્રાઇમબ્રાંચને સાથે લઇ દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન આરોગ્ય વિભાગને ગર્ભ પરિક્ષણ મશીન મળી આવ્યું હતું.

આરોગ્ય વિભાગે મશીન સીલ કરી તેને એફએસએલમા મોકલી આપ્યું હતું. જ્યારે હોસ્પિટલના તબીબ ડો.દિનેશ પટેલ તથા ડો.સાગર પટેલની અટકાયત કરી તેમને ક્રાઇમબ્રાંચ લઇ જવામાં આવ્યા હતા. આ ઉપરાત આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલના અન્ય કર્મચારીઓની પણ ભુંડી ભુમિકા છે કે કેમ તે અંગે પુછપરછ હાથ ધરી હતી.

ઝી 24 કલાકની ટીમ દ્વારા હોસ્પિટલના કર્મચારીની પુછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વાત બહાર આવી હતી. રોજના હોસ્પિટલમાં એકથી બે ગર્ભ પરિક્ષણ કરવામાં આવતું હતું અને તેના રૂપિયા 7 હજાર વસુલવામાં આવતા હતા. જો કે હોસ્પિટલમાં આવા ગ્રાહકો કોણ પહોંચાડતું હતું, કેટલા સમયથી આ ગોરખ ધંધો ચાલતો હતો તથા કઇ રીતે તેમનો સંપર્ક કરવામા આવતો હતો. તે અંગે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *