સુરત: ઘરમાં સુતેલા વ્યક્તિના ઘરમાંથી ચોરે આ રીતે કરી મોબાઈલની ચોરી- જુઓ વિડીયો 

આજકાલ ચોરીની ઘટના સતત વધી રહી છે. ઘણી અજીબો ગરીબ ચોરીની ઘટના સામે આવતી હોય છે. જયારે સુરતમાં લાંબા સમયથી મોબાઈલ સ્નેચીંગની ઘટનાઓ સુરત પોલીસ…

આજકાલ ચોરીની ઘટના સતત વધી રહી છે. ઘણી અજીબો ગરીબ ચોરીની ઘટના સામે આવતી હોય છે. જયારે સુરતમાં લાંબા સમયથી મોબાઈલ સ્નેચીંગની ઘટનાઓ સુરત પોલીસ માટે માથાના દુ:ખાવા રૂપ સાબિત થઈ રહી છે. આ દરમિયાન શહેરના ઉધના વિસ્તારમાં જયારે એક વ્યક્તિ ઘરમાં સૂતો હતો ત્યારે અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસીને મોબાઇલની ચોરી કરી છે.

આ મોબાઇલ ચોરીનાં સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યાં છે. હાલ પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને ચોરને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ ઘટના શનિવારે એટલે કે 5મી જૂનની બપોરે 1:50 વાગ્યાની છે. આ ઘટનાને લઇ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

જોકે, ઘરમાંથી મોબાઇલ ચોરી કરવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેના પરથી એ સાબિત થાય છે કે, મોબાઈલ તસ્કરોનો સુરતમાં કેટલી હદે આંતક છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, આ મોબાઇલ ચોરોને પકડવામાં પોલીસને કેટલી સફળતા મળે છે. નોંધનીય છે કે, અસામાજિક તત્વો દાદાગીરી સાથે લોકોને લૂંટી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *