સુરત: પતિની રાસલીલા જાણી જતા પત્ની બની રણચંડી! જાહેરમાં કરી પીટાઈ- જુઓ વિડીઓ

સુરતમાં સ્મીમેર હોસ્પિટલ બહાર પતિ અને પત્ની વચ્ચે જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં પત્ની પતિ પર અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખવાના આક્ષેપ કરી…

સુરતમાં સ્મીમેર હોસ્પિટલ બહાર પતિ અને પત્ની વચ્ચે જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં પત્ની પતિ પર અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખવાના આક્ષેપ કરી પતિને જોહેરમાં રૂમાલ અને તમાચા મારી મારમારી રહી છે. વીડિયોમાં પત્ની કહી રહી છે કે, ‘બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે અને મને રોજ મારે છે’. પતિ કહી રહ્યો છે કે, ‘જાહેરમાં તમાસો થઈ રહ્યો છે, આ નહી સુધરે સાયકો છે’. પતિ પત્નીને વારંવાર સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પત્ની પતિના પરસ્ત્રી સાથેના સંબંધનો આક્ષેપ કરી રણચંડી બની જાહેરમાં જ મારામારી કરે છે.

તમને જણાવી દઈએ કે, હોસ્પિટલની બહાર જ પતિ-પત્ની વચ્ચેની બબાલ ચાલી રહી હોવાથી લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. આ સમયે પોલીસ પણ પહોંચી ગઈ હતી, પરંતુ પત્નીએ પોલીસને પણ કહી દીધુ કે, ‘આ અમારા ઘરનો મામલો છે કોઈએ વચ્ચે નથી પડવાનું’. પોલીસ સમજાવવાનો પ્રયાસ કરે છે પરંતુ પત્ની એક માનવા તૈયાર નથી. તે કહે છે ‘પકડી જાઓ અને પછી છોડી દો’.

મળતી માહિતી પ્રમાણે, સુરતના સહરા દરવાજા વિસ્તારમાં આવેલી મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આજે પતિ પત્નીની જાહેરમાં મારામારીની ઘટનાએ હોસ્પિટલમાં પણ ચર્ચાનો વિષય બની છે. પત્ની આજ હોસ્પિટલમાં આયા તરીકે ફરજ બજાવે છે, ત્યારે પતિ ઍમ્બ્યુલન્ ના ડાઇવર તરીકે કામ કરે છે. પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી કોઈને કોઈ બાબતે ઝગડા ચાલતા હતા.

પત્નીને ખબર પડી કે તેના પતિને અન્ય કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ છે, જેને લઇને આજે પત્ની ગુસ્સે ભરાઈ હતી અને પહોંચી ગઈ પતિ પાસે. પહેલા તો પત્નીએ અન્ય યુવતી વિશે પુછવાનું ચાલુ કર્યું, બાદમાં પત્ની ઉશ્કેરાઈ ગઈ હતી, અને પતિને જાહેરમાં મારવા લાગી હતી. બંને પતિ-પત્ની હોસ્પિટલમાં કામ કરતા હોવાથી મારામારી હોસ્પિટલ ખાતે ચર્ચાનું કેન્દ્ર બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *