સુરતના 78 વર્ષીય પોઝીટીવ દર્દીએ અનેક બીમારીઓ વચ્ચે 45મા દિવસે કોરોનાને મ્હાત આપી

કોરોના વાયરસની ભયંકર મહામારીની વચ્ચે નવી સિવીલ હોસ્પિટલમાં સારવાર લઈને કોમોર્બિડ કંડીશન ધરાવતાં વયોવૃદ્ધ જેવાં 5 દર્દીઓને જ રજા આપવામાં આવી હતી.આ દર્દીઓની બીજી બીમારી…

કોરોના વાયરસની ભયંકર મહામારીની વચ્ચે નવી સિવીલ હોસ્પિટલમાં સારવાર લઈને કોમોર્બિડ કંડીશન ધરાવતાં વયોવૃદ્ધ જેવાં 5 દર્દીઓને જ રજા આપવામાં આવી હતી.આ દર્દીઓની બીજી બીમારી હોવાં છતાં પણ તેઓ નિયમિત સારવાર મળવાથી કોરોનાને ભગાવવામાં સફળ રહ્યા છે.વયોવૃદ્ધ દર્દીઓ ગંભીર હાલતમાં હોવા છતા પણ કોરોનાને હાર આપીને સાજા થઈ હેમખેમ પાછાં ઘરે રવાના થઈ ગયાં હતા.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા 78 વર્ષીય રમઝાન શેખને સિવિલ હોસ્પિટલમાં ઉપર્યુક્ત સારવાર મળ્યા પછી આજે 45મા દિવસે તેમને રજા આપવામાં આવી હતી.તા.18મી મે એ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં રમઝાન શેખને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.રમઝાન શેખે પ્રોસ્ટેટનું ઓપરેશન પણ પહેલાં કરાવેલ હતું.દાખલ થયા ત્યારે ઓકિસજનની માત્રા પણ માત્ર 50 % જ હતી.શરૂઆતનાં 15 દિવસ સુધી બાયપેર વેન્ટીલેટરમાં તેમને રાખવામાં આવ્યા હતા.ત્યારપછી તેમનું લોહી પાતળું કરવાની દવાની સાથે-સાથે ઓક્સિજનની ધનિષ્ઠ સારવાર આપવામાં આવી હતી.

રમઝાનભાઈએ જણાવતાં કહ્યું કે,સિવીલના ડોકટરોની તનતોડ મહેનતના પરિણામે જ આજે હું સાજો થઈને ઘરે પાછો જાઉ છું.સિવિલ હોસ્પિટલમાં નિયમિત સારવાર અને તબીબી નર્સિંગ સ્ટાફના સારવાર માટેના અથાગ પ્રયત્નને નજરે જોયા પછી તેમણે પોતાનો સંતોષ વ્યકત કર્યો હતો.તેમના પુત્ર હુસેને આગળ જણાવ્યું હતું કે,મારા પિતાજીને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતાં જ પૂરો પરિવાર  ચિંતામાં આવી ગયાં હતા.તેમની બીજી બીમારીઓની લીધે અમને સતત તેમના સ્વાસ્થ્ય અંગે સતત ચિંતા રહેતી હતી.પણ સિવિલ હોસ્પિટલના ડોકટરોની સારી સારવારને લીધે મારા પિતાજી આજે સાજા થઈને ઘરે પરત આવ્યા છે.

સાથેનાં બીજાં દર્દી એવા કતારગામ વિસ્તારમાં રહેતા 67 વર્ષની મહિલા અરૂણાબેન દિનેશભાઈ જોશીને પણ ફેફસાંની તકલીફ સાથે ન્યુમોનિયા હતો.તેમને 13માં દિવસે જ તબિયતમાં ઘણો સુધારો આવતાં  હેમખેમ રીતે સાજા થઈ ગયાં હતા.જેઓને આજે રજા આપવામાં આવી હતી.ભટાર વિસ્તારમાં રહેતા 68 વર્ષની મહિલા સુશીલાબેન પટેલે 12માં દિવસે જ કોરોનાને હાર આપી હતી,ત્યારે આ બાજુ પુણાગામ ખાતે રહેતા ખોડાભાઈ સાવલિયાને પણ હાઇપર ટેન્શન અને ડાયાબિટીસ હોવા છતા પણ તેમણે 8મા દિવસે જ કોરોનાને હાર આપી હતી.આમ,મોટી ઉમર ઘરાવતા દર્દીઓએ પણ કોરોનાને હાર આપીને ઘરે ખુશ થઈને ઘરે પરત ગયા છે.એમના પરિવારજનોનો આનંદ સમાતો નથી.

બીજાં એક 33 વર્ષીય રણમલભાઈ વાળા કે જે કેવડીયા ખાતે P.S.I. તરીકેની ફરજ બજાવે છે,તેમને તા.18 થી 22મી જુન સુધી રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં રાખ્યા.ત્યારબાદ ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જતા,તેમને તા.22મી જુને નવી સિવીલ હોસ્પિટલ,સુરત ખાતે લાવવામાં આવ્યા હતા.તેઓ પણ આજે જ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.આમ,નવી સિવીલ હોસ્પિટલમાં ડોક્ટરની મહેનત અને સારી સારવારના કારણે મહત્તમ સંખ્યામાં દર્દીઓને ઘરે જવાં માટે રજા આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *