સુરત: સરકારી કર્મચારી તરીકેનું બોગસ આઇડી કાર્ડ બતાવી દંડના નામે 2 હજાર રૂપિયા માંગતો યુવક ઝડપાયો

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે. જેના કારણે સરકાર દ્વારા લોકોને ફરજીયાત માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે ખોટા સરકારી કર્મચારી…

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે. જેના કારણે સરકાર દ્વારા લોકોને ફરજીયાત માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે ખોટા સરકારી કર્મચારી બનીને લોકોને દંડ ફટકારતા હોય છે. ત્યારે આજે આવી જ એક ઘટના સૂરતમાંથી સામે આવી છે. લોકોને દંડ ફટકારીને રૂપિયાની ઉઘરાણી કરવા માટે બોગસ અધિકારીઓ પણ ફરતા હોવાનું સામે આવ્યું છે.

દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં માસ્કના નામે દંડની ઉઘરાણી કરતો શખ્સ ઝડપાયો છે. આ શખ્સ બોગસ આઈકાર્ડ સાથે માસ્કના નામે બે હજાર રૂપિયાના દંડની ઉઘરાણી લોકો પાસેથી કરી રહ્યો હતો. આ દરમ્યાન યુવકને લોકોએ યુવકને ઝડપી પડ્યો હતો. બાદમાં પોલીસને હવાલે કર્યો છે. આ શખ્સ લોકો પાસેથી 2000 રૂપિયાની માંગણી કરતો હતો. મનપાના અધિકારી બની દંડ ઉઘરાવતો આ શખ્સ સોસાયટીમાં દારૂ પીને આવ્યો હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો હતો. તેમજ લોકોના ઘરમાં ઘૂસીને દારૂ પીને બેફામ ગાળો બોલી દંડની માંગણી કરતો હતો. ત્યારે આખરે કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી છે.

સુરતના કાપોદ્રા ખાતે આવેલી સોમનાથ સોસાયટીમાં મનપાનો અધિકારી બની માસ્કના નામે દંડની ઉઘરાણી કરતો ઇસમ ઝડપાતાં ચર્ચાનો વિષય બન્યો હતો. સોસાયટીના રહેવાસી પાસે બે હજાર રૂપિયાની માગણી કરતા ડુપ્લિકેટ મનપા અધિકારીનો ભાંડો ફૂટ્યો હતો. સોસાયટીમાં દારૂ પીને આવ્યો હોવાના રહીશોએ આક્ષેપ પણ કર્યા હતા. દારૂના નશામાં ઘરમાં ઘૂસી બેફામ ગાળો બોલી દંડની માગણી કરનાર યુવક મનપાના સફાઈકર્મચારી મહિલાનો પતિ હોવાનું જાણવામાં આવ્યું હતું.

દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં લોકોને મોબાઈલમાં મનપા કર્મચારી પત્નીનું આઈ કાર્ડ બતાવી લોકો સામે રોફ જમાવતો હોવાનું પણ બહાર આવ્યું હતું. સાથે સાથે પોતે પણ smcમાં હોવાનો રોફ બતાવતો હતો. જોકે બોગસ અધિકારી હોવાની શંકા જતા લોકોએ પોલીસને જાણ કરી દીધી હતી. કાપોદ્રા પોલીસે યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *