મંદીના માહોલ વચ્ચે આ કંપનીના થઈ કરોડોના હીરાની ચોરી

હાલમાં મંદીના માહોલ વચ્ચે સુરતની પ્રતિષ્ઠિત ડાયમંડ કંપની એચ વી કે મા ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. કતારગામ વિસ્તારમાં આવેલા પટેલ ફળિયામાં…

હાલમાં મંદીના માહોલ વચ્ચે સુરતની પ્રતિષ્ઠિત ડાયમંડ કંપની એચ વી કે મા ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. કતારગામ વિસ્તારમાં આવેલા પટેલ ફળિયામાં આવેલી હીરાના કારખાનામાંથી અંદાજે બે કરોડથી વધુના 1300 કેરેટ હીરાની ચોરી કરીને બે કારીગરો નાસી ગયાં હતાં. જેથી કંપની દ્વારા પોલીસને જાણ કરાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજ કંપનીમાં કામ કરતાં કારીગરે ત્રણ કરોડ રૂપિયાના હીરા ચોરી કરી હોવાની શંકા સેવાઇ રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હીરા નું વજન 1300 કેરેટ જેટલું હતું.

હાલમાં ઘટનાસ્થળે કતારગામ પોલીસ પહોંચી ગઈ છે અને વધુ તપાસ કરી રહી છે. સીસીટીવી મારફતે ચોરી કરનાર કારીગરની ભાળ મેળવવા તપાસ ચાલી રહી છે.

બોઈલ કરવા હીરા આપવામાં આવ્યા હતા.

કતારગામમાં આવેલા પટેલ ફળિયામાં ચાલતી HVK નામની હીરાની કંપનીમાં બે કારીગરોને 1300 કરેટ હીરા બોઈલ કરવા માટે આપવામાં આવ્યાં હતાં. બોઈલ કર્યા બાદ આ હીરા કારીગરોએ પરત મેનેજર કે શેઠને આપવાની જગ્યાએ લઈને નાસી ગયાં હતાં.

હીરાના કારખાનાના સૂત્રો અનુસાર, હીરા લઈને નાસી ગયેલા બન્ને કારીગરો વર્ષોથી કંપનીમાં કામ કરી રહ્યા હતાં. હીરા બોઈલ કર્યા બાદ બન્ને કર્મચારીઓ અંદાજે 1300 કેરેટ હીરા લઈને ફરાર થઈ ગયા છે.

 

કતારગામ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હીરાના કારખાનામાં પહોંચીને CCTVથી લઈને અન્ય કારીગરોના નિવેદનો લેવામાં આવી રહ્યાં છે. સાથે-સાથે કારીગરોની ભાળ મેળવવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *