સુરતમાં ખેલાયો ખૂની ખેલ- સાળાને બચાવવા ગયેલા બનેવીને ચપ્પુના ઘા મારી કરાઈ ઘાતકી હત્યા

હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક ઘટના સામે આવી રહી છે. શહેરમાં આવેલ સિંગણપોર લિંક રોડ પર આવેલ ખોડીયાર ગેરેજની પાસે ગઈકાલે રાત્રે 9:30 વાગ્યે…

હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક ઘટના સામે આવી રહી છે. શહેરમાં આવેલ સિંગણપોર લિંક રોડ પર આવેલ ખોડીયાર ગેરેજની પાસે ગઈકાલે રાત્રે 9:30 વાગ્યે સાળાને છોડાવવા માટે વચ્ચે પડેલ બનેવીને કુલ 4 વ્યક્તિએ ઢોર મારમારીને પેટ, છાતી તથા પગનાં ભારે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારીનેત્યા કરી નાખી હતી.

આ ઘટનાની જાણ થતાં જ ચોકબજાર પોલીસનો કાફળો ઘટનાસ્થળ પર જ પહોચી ગઈ હતી તથા આ હત્યાનો ગુનો દાખલ કરીને ગણતરીનાં કલાકમાં જ રાતોરાત હત્યારાઓને પકડી પણ પાડ્યા હતા.

સુરતમાં આવેલ સિંગણપોર બાપા સીતારામ મંદિરની નજીક બજરંગ સોસાયટીમાં રહેતા સુનિલ મુરલીધર નંદનવર છુટકમાં મજુરી કામ કરે છે, સુનિલ ગઈકાલે રાત્રે લગભગ 9 વાગ્યે સિંગણપોર લિંક રોડ અગિયાર છાપરી, મહારાજા ટી સ્ટોલની સામે, ખોડીયાર ગેરેજની પાસે જ બેઠો હતો.

એ વખતે તેના સાળા કિશનને સ્થાનિક મહોલ્લામાં જ રહેતા કેતન વામન આહિરે, ભાવેશ રાઠોડ, હેમત સુરેશ પટેલ તથા વિજય ધના પરમારે કોઈ બાબતમાં ઝઘડો થયો હતો, જેમાં કુલ 4 લોકો તેનાં સાળાને મારતા હતા.સાળાને માર ખાતો જોઈને બનેવી સુનિલ નંદનવર પણ તેને છોડાવવા માટે વચ્ચે પડતાં જ આરોપીએ સુનિલને પણ ઢીક્કામુક્કીનો મારમાર્યા પછી છાતી, પેટ તથા પગના ભાગે પણ ઉપરાઉપરી ચપ્પુના ઘા મારીને લોહીલુહાણ પણ કરી નાંખ્યો હતો.

સુનિલને લોહીલુહાણ થયેલ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો. જો, કે સુનિલને પણ સારવાર મળે એ પહેલા જ તેનું મોત થયું હતુ. આ ઘટના અંગે ચોકબજાર પોલીસને જાણ થતા જ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. પોલીસે પણ તત્કાલીક એક્શન લઈને કલ્પેશ કંચન રાઠોડની ફરિયાદ લઈને હત્યાનો પણ ગુનો દાખલ કરીને રાતોરાત જ ગણતરીના કલાકમાં હત્યારાને પકડી પાડ્યા હોવાનુ પણ જાણવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *