સુરતમાં પત્નીને ઘરખર્ચ માટે રૂપિયા માંગવા મોંઘા પડી ગયા, પતિએ અડધી રાતે નિંદ્રાધીન પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી

Published on: 11:52 am, Fri, 4 June 21

હાલમાં સુરતમાંથી એક ખુબ જ ચોકાવનારો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંડેસરાની સત્યનારાયણ નગર સોસાયટીમાં રહેતા બેકાર પતિએ ઘર ખર્ચાના અને મકાનના ભાડાના પૈસાની માંગણી કરતી પત્નીને ભર બપોરે ઊંધમાં જ છાતીમાં પગથી લાતો મારી હત્યા કરી નાખી હતી. અને સાસરીમાં કુદરતી મોત થયું હોવાની સ્ટોરી બનાવીને અગ્ની સંસ્કાર કરવા માંગતો હતો. પરંતુ, શબવાહિનીના ચાલકે ડેથ સર્ટી માંગતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

આ અંગે પોલીસ દ્વારા પરિણીતાના પિતાની ફરિયાદ લઈને હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરવામાં આવી હતી અને વધુ કાર્વાહી હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, પાંડેસરા સત્યનારાયણ નગર સોસાયટીમાં રહેતા વિજય આનંદા પાટીલે બાર વર્ષ પહેલા તેની સાથે મજુરી કામ કરતા સાહેબરાવ ભાવરાવ પાટીલની દીકરી કવિતા સાથે લગ્ન કર્યા હતા. વિજય ભાડાના મકાનમાં રહેતો હતો. a ઉપરાંત છેલ્લા કેટલાક મહિનાથી વિજય કોઈ કામ ધંધો પણ કરતો નહોતો.

અને બીજી તરફ તેની પત્ની કવિતા ઘર ખર્ચા માટે અને મકાનના ભાડા માટે પૈસા માંગી રહી હતી. આ બાબતે બંને વચ્ચે વારંવાર ઝગડો પણ થતો હતો. આ દરમિયાન 31મે ના રોજ કવિતા બપોરે જયારે સુતી હતી ત્યારે વિજયે તેને ઉંધમાં છાતીના ભાગે ચારથી પાંચ લાતો મારી પતાવી નાંખી હતી. ત્યારબાદ તે રૂમને બહારથી તાળું મારીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

ત્યારબાદ તે રાત્રે પરત ઘરે આવ્યો હતો અને ધાબા ઉપર સુવા ગયો હતો. વિજય પત્ની કવિતાની લાશનો બારોબાર અગ્નીસંસ્કાર કરવા માંગતો હતો એટલે તેણે બીજા દિવસે તેના સાસરીમાં જઈ કવિતા ચાર પાંચ દિવસથી કંઈ ખાતી ન હોવાથી તેનું કુદરતી મોત નીપજ્યું હોવાની ખોટી વાર્તા  સંભળાવી હતી.

સાસરિયાવાળા તેના પર વિશ્વાસ કરીને તેની સાથે ઘરે આવ્યા હતા. વિજયે પહેલાથી જ શબવાહિની પણ બોલાવી લીધી હતી. પરંતુ, શબવાહિની ચાલકે ડેથ સર્ટીની માંગ કરી હતી તેમજ પોલીસને બોલાવા કહ્નાં હતું. જેથી વિજયના સાળાએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. ત્યારબાદ કવિતાની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કવિતાને છાતીની પાસળી અને ફેફસાનું નુકસાન થયું હોવાનુ બહાર આવતા પોલીસ ચોકી ઉઠી હતી અને ત્યારબાદ આરોપી વિજય પાટીલને અટકમાં લઈ પુછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી વિજયે કવિતા ઘર ખર્ચા અને ભાડાના મકાન માટે પૈસાની માંગણી કરી ઝઘડો કરતા કંટાળીને તેને છાતીમાં લાતો મારી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. આ અંગે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.