સુરતના વરાછામાંથી મળી આવ્યો પ્રતિબંધિત દવાઓનો જથ્થો, પોલીસ તપાસ શરૂ

સુરતમાં ઘણી વાર પ્રતિબંધિત અને ગેરકાયદેસર રીતે દવાઓનો જથ્થાઓ પકડાઈ આવે છે. આજ રોજ વરાછામાં ઉમિયાધામ મંદીર પાસેથી ગેરકાયદેસર રીતે વેંચવામાં આવતી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનામાં વરાછા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં કોરેક્ષ નામની દવાની બોટલમાં આલ્કોહોલ ભરેલી 259 બોટલો મળી આવી હતી

આ દવાનું વેચાણ કરતા આરોપીઓને પોલીસે વરાછાના ઉમિયાધામ સર્કલ પાસેથી પકડ્યા હતા, જેમાં પોલીસે મહારાષ્ટ્રના રહેવાસી સઈદ રફીક શાહ અને કય્યુમ કોસર શેખની ધરપકડ કરી છે. વરાછા પોલીસે આ તમામ બોટલોને મેડિકલ ટેસ્ટ માટે મોકલી છે.

Trishul News