સુરતના વરાછામાંથી મળી આવ્યો પ્રતિબંધિત દવાઓનો જથ્થો, પોલીસ તપાસ શરૂ

Published on Trishul News at 12:17 PM, Tue, 4 December 2018

Last modified on December 4th, 2018 at 12:17 PM

સુરતમાં ઘણી વાર પ્રતિબંધિત અને ગેરકાયદેસર રીતે દવાઓનો જથ્થાઓ પકડાઈ આવે છે. આજ રોજ વરાછામાં ઉમિયાધામ મંદીર પાસેથી ગેરકાયદેસર રીતે વેંચવામાં આવતી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનામાં વરાછા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં કોરેક્ષ નામની દવાની બોટલમાં આલ્કોહોલ ભરેલી 259 બોટલો મળી આવી હતી

આ દવાનું વેચાણ કરતા આરોપીઓને પોલીસે વરાછાના ઉમિયાધામ સર્કલ પાસેથી પકડ્યા હતા, જેમાં પોલીસે મહારાષ્ટ્રના રહેવાસી સઈદ રફીક શાહ અને કય્યુમ કોસર શેખની ધરપકડ કરી છે. વરાછા પોલીસે આ તમામ બોટલોને મેડિકલ ટેસ્ટ માટે મોકલી છે.

Be the first to comment on "સુરતના વરાછામાંથી મળી આવ્યો પ્રતિબંધિત દવાઓનો જથ્થો, પોલીસ તપાસ શરૂ"

Leave a comment

Your email address will not be published.


*