સુરતમાં ટપોરીઓ બન્યા બેફામ: બારમું ભણતા વિદ્યાર્થીની હત્યા પહેલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ- જુઓ અહી

સુરતમાં હવે અસામાજિક તત્વો ને પોલીસ ની ખાખી વરદી નો ખોફ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક જ દિવસમાં ગુનેગારો બે બે હત્યા…

સુરતમાં હવે અસામાજિક તત્વો ને પોલીસ ની ખાખી વરદી નો ખોફ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક જ દિવસમાં ગુનેગારો બે બે હત્યા ને અંજામ આપી નાસી ચુક્યા છે. લિબાયતમાં મોડી રાત્રે નજીવી બાબતે બોલાચાલી થતા ધો 12 ના વિદ્યાર્થીના માથા પર પથ્થર ના ઘા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

સુરતના લિબાયત વિસ્તારમાં રહેતો 18 વર્ષીય સાહિલ જોશી ધો 12માં અભ્યાસ કરતો હતો. ગતરોજ રાત્રી દરમિયાન સાહિલ ઘર પાસે જ બેઠો હતો. દરમિયાન સાહિલ ની અન્ય 3 લોકો સાથે કોઈક વાત ને લઈ ને બોલાચાલી કરી હતી. બાદ માં આ ત્રણેય યુવાનોએ ભેગા મળી સાહિલના માથા પર પથ્થરના ઘા મારી ભાગી છૂટ્યા હતા. બાદમાં 108 દ્વારા સાહિલ ને સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત ઘોષિત કરતા પરિવારજનો ના પગ તળિયે થી જમીન સરકી પડી હતી.

બીજી તરફ લિબાયત પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ના આધારે તેમની શોધખોળ હાથ ધરી હતી. જો કે બીજી તરફ પરિવારજનોએ માંગ કરી હતી કે જ્યાં સુધી હત્યારાઓને પકડી પાડવામાં નહિ આવશે ત્યાં સુધી મૃતદેહ નહિ લઈ જવામાં આવે. હાલ એસીપી , પીઆઇ કક્ષા ના અધિકારીઓ પરિવારજનો ને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *