માત્ર આ એપ્લીકેશનના ઉપયોગથી કાપડનો કોઈ વેપારી ક્યારેય નહિ છેતરાય – જાણો જલ્દી…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ગુજરાતમાં પણ આ મહામારીનો કહેર યથાવત જ રહ્યો છે. લોકડાઉનનાં સમયમાં ઘણાં લોકોની સાથે કોઈને કોઈ રીતે…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ગુજરાતમાં પણ આ મહામારીનો કહેર યથાવત જ રહ્યો છે. લોકડાઉનનાં સમયમાં ઘણાં લોકોની સાથે કોઈને કોઈ રીતે છેતરપીંડી થઈ હોય એવી કેટલીય ઘટનાઓ સામે આવી હતી. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

કાપડમાં થતી છેતરપિંડીને રોકવા માટે સુરત મર્કેન્ટાઈલ એસોસિએશન દ્વારા અર્જુન મોબાઈલ એપ્લીકેશન બનાવી સમગ્ર દેશના તમામ વેપારીઓને જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ એપ્લીકેશન થકી વેપારીઓની વેપાર હિસ્ટ્રીની ઉપરાંત માર્કેટમાં નોકરીને લગતી જાણકારી પણ મળી રહેશે તેમજ નુકસાન થતા વેપારીઓ બચી શકશે.

ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં વેપારીઓનાં હિત માટે કાર્ય કરતી ઘણી સંસ્થાઓ છે પણ હવે જ્યારે કોરોના બાદ વેપાર કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. મોટાભાગે ડિજિટલ વેપારમાં વધારો થયો છે. ટેક્સટાઈલ માર્કેટ વિસ્તાર માટે એક કહેવત છે કે, વેપારી જ્યારે ખરીદી કરવાં માટે આવે છે ત્યારે એ ગાય બનીને આવે છે તેમજ પેમેન્ટની ઉઘરાણી કરવા માટે આવે ત્યારે એ વાઘ બની જતો હોય છે.

કુલ 175 માર્કેટની સાથે સંબંધિત કુલ 80,000 વેપારીઓને ડિજિટલ રીતે સાંકળીને એ વેપારી કેવો છે. એની બધી જ જાણકારી એપ્લિકેશન દ્વારા વપરાશકર્તાને મળશે. જેને લીધે પેમેન્ટને લઈ થતાં ચિંટીંગના ગુનાઓ ઘટાડવામાં મદદ મળી શકશે.

કાપડનાં માર્કેટમાં બધાં વેપારીઓની નોંધણી આજથી શરૂ થઇ રહી છે. જેમાં એની પાનકાર્ડ, આધારકાર્ડ સહિત એનો વેપારનો ટ્રેક રેકોર્ડ સહિતની જાણકારીનો સમાવેશ કરવામાં આવશે. જેની ખરાઈ વેપારીઓનાં વિવિધ માર્કેટના એડમિન કરશે.

એડમિનનાં એપ્રુવલ પછી રજિસ્ટ્રેશન કરનાર વેપારીની જાણકારી એપ્લિકેશન પર ચઢાવવામાં આવશે. જાણકારીને આધારે વેપારીને રેટિંગ પણ આપવામાં આવશે. જેને લીધે પેમેન્ટ સંબંધિત જાણકારીઓમાં વેપારી ખરેખર કેવો છે એની જાણકારી વપરાશકર્તાને મળી રહેશે.

આ વખતે કુલ 4 મહિના કોરોનાને લીધે વેપાર થઈ શક્યો નથી. આવાં સમયમાં માત્ર 2 મહિનાથી શરુ થયેલ માર્કેટમાં આ વખતે વેપારીઓ તહેવારનાં સમયે લાંબુ એટલે કે, કુલ 15 દિવસનું વેકેશન ભોગવવાની જગ્યાએ ભાઈબીજના દિવસથી જ વેપારની શરૂઆત કરે એવી રજૂઆતો આંતરિક રીતે થઈ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *