સુરતમાં નોકરીની લાલચે યુવતીને ઓફીસ બોલાવી આચર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય

હાલમાં સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના કૉમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતા યુવક વિરુદ્ધ મુંબઈ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા હાહાકાર મચી જવા પામ્યો છે. યુવતીએ આક્ષેપ કર્યો…

હાલમાં સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના કૉમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતા યુવક વિરુદ્ધ મુંબઈ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા હાહાકાર મચી જવા પામ્યો છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, તેને નોકરીની લાલચે ઓફિસ બોલાવી અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું અને બાદમાં જો આ વાતની કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લગ્ન બાદ છૂટાછેડા થયા હોવાથી એકલી રહેતી યુવતીની મજબૂરીનો લાભ લઈને યુવકે યુવતીની ઇજ્જત લૂંટી હોવાની ઘટનાને પગલે ફરી શહેર શર્મસાર થયું છે.

મળતી માહિતી મુજબ, મુંબઈની યુવતીએ સુરતના એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, લગ્નમાં ખટરાગ થતા યુવતીએ છૂટાછેડા લઈ લીધા હતા અને પોતે અલગ રહેવાની શરૂઆત કરી હતી. એક દિવસ તેના નંબર પર એક રોંગ નંબર પરથી ફોન આવ્યો હતો અને ત્યારબાદ સામેની વ્યક્તિ સાથે તેનો પરિચય થયો હતો. જાણવા મળ્યું છે કે, આ વ્યક્તિએ પોતાની ઓળખ મહેશ ગોહિલ તરીકે આપી હતી.

રોંગ નંબરથી થયેલી ઓળખમાં યુવતીના આક્ષેપ મુજબ તેને નોકરીની જરૂરિયાત હોવાના કારણે આ યુવકે પોતાની સરથાણા સ્થિતિ સાયોના કોમ્પલેક્ષમાં આવેલી ઑફિસે યુવતીને બોલાવી હતી. આ દરમિયાન યુવતી સાથે 22મી માર્ચના રોજ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુવતીના આક્ષેપ મુજબ તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ આ ઘટનાની કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ અંગે યુવતીએ પોતે હિમ્મત કરીને આખરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારે ગઈ મોડી રાત્રે પોલીસ દ્વારા આ યુવક વિરુદ્ધ દુષ્કર્મનનો ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન સરથાણામાં સતત ગુનાહિત કૃત્યો ઘટવાની ઘટનાઓ શરૂ છે. જેના મુદ્દે પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *