સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક: યુવકને અર્ઘનગ્ન કરી ઇલેક્ટ્રીક પોલ સાથે બાંધ્યો- જુઓ live વિડીયો

Published on: 11:09 am, Thu, 17 June 21

સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. પરંતુ પોલીસ દ્વારા ઘણીવાર તેમની વિરુદ્ધ કોઈ પગલા લેવામાં આવતા નથી. જેથી તેઓ બેફામ બન્યા છે. આ દરમિયાન ફરીવાર સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજીક તત્વોએ એક યુવકને ઇલેક્ટ્રીક પોલ સાથે બાંધી દીધો હતો અને તેને માર પણ મારવામાં આવ્યો હતો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.

આ વિડીયો વાઈરલ થતાની સાથે જ આ અંગે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, લુખ્ખાતત્વો પોતાના વિસ્તારમાં વર્ચસ્વ સ્થાપવા માટે સામાન્ય વ્યક્તિઓને રંજાડવા સાથે માર મારતા હોય છે. આ દરમિયાન અનેક આવી ઘટનાઓ સામે આવ્યા બાદ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, ત્યારે પોલીસ કાર્યવાહી કરે છે. આવો જ વધુ એક વીડિયો વાયરલ થતાની સાથે જ હોબાળો મચી જવા પામ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી મુજબ, આ વિડિયો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા જય અંબે નગરનો છે. અહીં કેટલાક ઇસમો રાત્રી દરમિયાન એક યુવકને ઇલેક્ટ્રીક પોલ સાથે બાંધીને માર મારે છે. આ ઉપરાંત કેટલાક અસામાજિક તત્વો એક યુવકને ઇલેક્ટ્રીક બોર્ડ સાથે બાંધીને ધમકાવતા પણ જોવા મળી રહ્યા છે. તે જોતા લાગી રહ્યું છે કે, જાણે દિવસેને દિવસે લુખ્ખાતત્વોની દાદાગીરી વધતી જાય છે.

આ વીડિયો વાયરલ થતા જ પાંડેસરા પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી વીડિયોમાં દેખાતા અસામાજિક તત્વોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પરંતુ, સતત આવી ઘટનાઓને લઈને પોલીસની છબી ખરડાઇ રહી છે અને સામાન્ય વ્યક્તિ હેરાન થઈ ગયા છે. આ દરમિયાન આવા અસામાજીક તત્ત્વો સામે પોલીસ દ્વારા કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ કામ લાગી શકે નહિ તો આવા લોકો બેફામ બનેલા તત્વો લોકોને રંજાડતા જ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.