નિયમ તોડતા પાટીલ ભાઉ: જાણો સુરતમાં ક્યા ચાલ્યો સગાવાદ અને ક્યા મળી 60 વર્ષ વટાવી ગયેલાને ટીકીટ

ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે.…

ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે. ત્યારે આજરોજ ઉમેદવારોના ફોર્મ ભરવાની કામગીરી હાથધરવામાં આવી છે. આ દરમ્યાન જુના કાર્યકર્તાઓને ભૂલીને નવા ચહેરાઓને તક મળતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પાટીલ ભાઉએ સગાંને ટિકિટ નહીં મળે અને 60 વર્ષથી વધુનાને ટિકિટ નહીં મળે તેવા નિયમો તોડીને સુરતમાં નેતાના સગાં અને 60 વર્ષની ઉંમરના નિયમને બાજુએ રાખીને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર મુક્ત સરકારની વાત કરતી ભાજપે સુરતમાં વિવાદી ભુતકાળ ધરાવતાં વ્યક્તિઓને પણ ટિકિટ આપી દીધી છે. જેને લઈને કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ભાજપના પ્રદેશ નેતાઓએ સામાન્ય કાર્યકરોને ટિકિટ માટે કડક નિયમ બતાવવામાં આવ્યા છે. જોકે, તેનું પાલન પણ થઈ રહ્યું છે. પરંતુ કેટલાક સંજોગોમાં આ નિયમોમાં છટકબારી રાખવામાં આવી છે. પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ જેઓ પુર્વ ગૃહ મંત્રી હતા તેમના સગાં એવા ઉવર્શી પટેલને ભાજપે વોર્ડ નબર-10 અડાજણ-પાલ ઈચ્છાપોરમાંથી ટિકિટ ફાળવી છે.

આ ઉપરાંત, સુરતના વોર્ડ નબર -7 કતારગામ-વેડમાંથી કોંગ્રેસમાંથી ભાજપ સામે વિધાનસભાની ચુંટણી લડી ચુકેલા નંદલાલ પાંડવના પુત્ર નરેન્દ્ર પાંડવને ટિકિટ ફાળવી છે. ભાજપે જુના કાર્યકરોને ન્યાય અપાવાની વાત કરી હતી પરંતુ નરેન્દ્ર પાંડવ થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા છે અને સીધી ટિકિટ પણ આપી દીધી છે.

ભાજપે સુરતના વોર્ડ નંબર-6 કતારગામમાંથી અનિતા યશોધર દેસાઈને ટિકિટ આપી છે. ગત ટર્મમાં તેમના પતિ યશોધર દેસાઈની ટિકિટ કપાઈ હતી. તેમને બદલે અનિતાબેનને ટિકિટ મળતા તેઓ જીત્યા હતા. મ્યુનિ. રેકોર્ડ પ્રમાણે અનિતાબેનનો જન્મ 1960માં થયો છે. તેથી તેમની ઉંમર 60થાય છે. ભાજપે 60 વર્ષથી વધુ ઉંમરનાને ટિકિટ ન આપવાનો નિયમ બનાવ્યો છે જે અનિતા દેસાઈને ટિકિટ આપીને તોડયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *