સુરત ફરી એકવાર જામી લોહિયાળ ઝંગ: ભાઈએ જ તેના ભાઈને ફૂટપાથ પર ચપ્પુના ઘા ઝીકી કરી નિર્મમ હત્યા

Published on: 5:05 pm, Tue, 14 September 21

સુરત(ગુજરાત): આજકાલ હત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હત્યા તો જાણે એક સામાન્ય ખેલ બની ગયો હોય તેવી લાગી રહ્યું છે. આ દરમિયાન સુરત(Surat)ના પાંડેસરા(Pandesara) ઈશ્વરનગર પાસે ફૂટપાથ પર ભાઈએ જ ભાઈના પેટમાં ચપ્પુ ઘુસાડી ભાગી જતા ઇજાગ્રસ્ત ભાઈનું સિવિલ(Civil)માં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સોમવારની મોડી સાંજે બનેલી ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા 108ની મદદથી ઇજાગ્રસ્તને નવી સિવિલ હોસ્પિટલ(Civil Hospital) સુધી પહોંચાડવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ઝઘડામાં ચપ્પુના ઘા ઝીંકાયા
આ અંગે પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે, ઘટના ઈશ્વરનગર પાસેના ફૂટપાથ ઉપર બની હતી. સોમવારની સાંજે અમરજીત શંભુ સહાની નામના 26 વર્ષીય યુવક પર તેના ભાઈ અનિષ નિસાડ નામના યુવકે હુમલો કર્યો હતો. બન્ને વચ્ચેના ઝઘડામાં અમરજીતને પેટમાં ચપ્પુ ઘૂસાડી દેવાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી અને ઇજાગ્રસ્તને સિવિલ મોકલી દેવામાં આવ્યો હતો. જ્યાં અમરજીતને દાખલ કરી તાત્કાલિક ઓપરેશનમાં લઇ જવામાં આવ્યો હતો.

સારવાર દરમિયાન મોત
સિવિલ હોસ્પિટલમાં અમરજીતનું વહેલી સવારે 4:30 મિનિટે સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની જાણ બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ, અમરજીતનું કોઈ સગા સંબંધી મળી આવ્યું નથી. પોલીસ દ્વારા તમામ પ્રકારના પૂરાવા ભેગા કરી હત્યારાને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ અમરજીતનો હત્યારો નજીકનો સગા સંબંધી હોવાની ચર્ચા ચાલી રહી છે. પ્રેમ પ્રકરણમાં હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પાંડેસરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.