સુરતમાં પોલીસકર્મીએ જ વૈભવીકારમાં આતશબાજી કરી ફાર્મ હાઉસમાં જન્મદિવસની કરી ઉજવણી- જુઓ વિડીયો

સુરત પોલીસ અવાર-નવાર ચર્ચાનો વિષય બનતી આવે છે. સુરતમાં પોલીસ ઇન્સપેક્ટરના વિદાય સમારંભની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં ફરી એકવાર સુરતના પુણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલના…

સુરત પોલીસ અવાર-નવાર ચર્ચાનો વિષય બનતી આવે છે. સુરતમાં પોલીસ ઇન્સપેક્ટરના વિદાય સમારંભની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં ફરી એકવાર સુરતના પુણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયો પુણા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહાવીર સિંહ મકવાણાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. મહાવીર સિંહ મકવાણાએ ફાર્મ હાઉસમાં “રજવાડાના રાજાને ઘટે નહિ કાંઈ” ગીત પર મોંઘીદાટ કારમાં બેસી સિંઘમ સ્ટાઈલમાં જન્મદિવસ ઉજવ્યો હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું છે.

વિવાદનું બીજું નામ અને નિયમો તોડવામાં એક્પર્ટ એટલે સુરત પોલીસ? સામાન્ય જનતાને લગ્ન પ્રસંગમાં ભીડ ભેગી કરવા ના પાડવામાં આવે છે. જયારે બીજી તરફ એક પછી એક પોલીસકર્મીઓ કર્ફ્યું દરમિયાન પાર્ટી કરતા નજરે ચડ્યા.

સુરત પોલીસકર્મીઓ રાત્રી કર્ફ્યું દરમ્યાન જન્મદિવસની ઉજવણી અને વિદાય સમાંરભ યોજી શકે છે, તે આ વીડિયો પરથી જણાઈ આવે છે. શહેરના છેવાડાના ફાર્મ હાઉસમાં જન્મદિવસ ઉજવાયો હતો. જેમાં લક્ઝુરિયસ કારમાં રુફથી બહાર નીકળીને ફિલ્મનો હીરો હોય તે રીતે “રજવાડાના રાજાને ઘટે નહિ કાંઈ” ગીત પર ફાર્મ હાઉસમાં સિંઘમ સ્ટાઈલમાં એન્ટ્રી લેતો વીડિયો સામે આવ્યો છે.

હવે સુરતમાં ખાખીને નિયમોનો ડર ન રહ્યો હોય તેવી રીતે, સતત ગુજરાત સરકારને ચેલેન્જ કરી રહ્યા છે. પોલીસ કોન્સ્ટેબલનો મોંઘીદાટ બ્રાન્ડેડ કારમાં આ રીતનો વિડીયો જોઈને પોલીસના સિનિયર અધિકારીઓ પણ અવાક બની ગયા છે.

પોલીસ કમિશનર દ્વારા કોરોના સંક્રમણ કાળ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય અને બર્થ ડે સેલિબ્રેશન જેવા કાર્યક્રમો ન ઉજવાય તેના ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે.પરંતુ પોલીસ કર્મચારીઓને જાણે પોલીસ કમિશનરનો કોઈ જ ડર ન હોય તે રીતે વધી રહ્યા છે. જેમાં ખુદ પોલીસ કર્મચારી જ પોલીસ કમિશનરના જાહેરનામાના લીરે લીરા ઉડાવતા નજરે પડી રહ્યાં છે.

કાયદા વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તેમના દ્વારા જ કાયદો-વ્યવસ્થાનું ઉલ્લંઘન થતું હોવાનું નજરે પડી રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે સામાન્ય જનતા નિયમોનું પાલન યોગ્ય રીતે કરશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. આ વીડિયોમાં કોન્સ્ટેબલ મહાવીરસિંહ મકવાણા હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે તેની સામે પોલીસ કમિશનર કેવા પગલાં લે છે તેના ઉપર સૌની નજર છે. કારણ કે થોડા દિવસો અગાઉ વિદાય સમારંભ ગોઠવનારા પીઆઈને પોલીસ કમિશનરે સસ્પેન્ડ પણ કર્યા હતાં.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *