સુરત: વેસુમાંથી માથાભારે જગ્ગા માલ્યા ગેંગનો મોન્ટુ માલ્યા ધાતક હથિયાર સાથે ઝડપાયો

Published on: 7:27 pm, Fri, 9 October 20

સુરતમાં અવાર-નવાર હથિયારો સાથે ઇસમની ધરપકડ કરવામાં આવરી હોય છે ત્યારે આજે ફરી એક વખત સુરતના પાંડેસરા વિસ્તારમાં દારૂ, જુગાર સહિતના બે નંબરના ધંધામાં કુખ્યાત જગ્ગા માલીયાનું ગેંવોરમાં મર્ડર થયા બાદ તેની ગેંગ ઑપેરટ કરનાર માથાભારે મોન્ટુ માલીયાને ઍસઓજીએ ધાતક હથિયારો સાથે ઝડપી પા઼્ડ્યો છે. એસઓજીઓએ વેસુગામમાં રૂદ્રાશ ઍપાર્ટમેન્ટમાં આવેલા તેના ફ્લેટમાં રેડ પાડી બે પિસ્તોલ, બે મેગ્ઝીન અને 17 કારતુસ કબજે કર્યા હતા. મોન્ટુ અગાઉ પોલીસમાં હત્યા. અપહરણ, ખંડણી અને અનેક મારામારીના ગુનામાં પોલીસમાં પકડાઈ ચૂક્યો છે.

પાંડેસરા વિસ્તારના માથાભારે જગ્ગુ માલીયાની ટપોરી ગેંગના સાગરિતને પોલીસે ઝડપી લીધો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આરોપી સરોજ ઉર્ફે મોન્ટુ સુભાષચંદ્ર મંહતીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ તેના ફ્લેટની ઝડતી લેતા દેશી બનાવટનો તમંચો, કાર્ટિઝ અને ખાલી મેગઝીન ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસને મળેલી બાતમીના આધારે ઉમરા વેસુ ગામ રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ ફ્લે નં. 403 ખાતે રેઈડ કરી જગ્ગુ માલિયા ગેંગના ટપોરી મોન્ટુ ઉર્ફે સરોજને ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી મૂળ ઓડિશઆના ગંજામ જિલ્લાના સોનમશાહી થઆના આસ્કાનો વતની છે. તેની પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની પિસ્ટલ , દેશી બનાવટનો તમંચો નાના મોટો કાર્ટિઝ નંગ 17, ખાલી મેગઝીન 2 અને મોબાઈલ સહિત કુલ 47,950નો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ આદરી છે.

આરોપી મોન્ટુ પાંડેસરા વિસ્તારમાં 2013થી 15 દરમિયાન મારામારીના ગુનામાં તથઆ 2016માં ગેરકાયદેસર હથિયારના ગુનામાં તથા 2017માં માથાભારે શંભુ માલિયાના મર્ડના ગુનામાં તેમજ 2019માં ખટોદરા વિસ્તારમાં અપહરણ સહિતના કુલ 6 ગુનામાં પકડાઈ ચૂક્યો છે. તેમજ સુરત શહેરમાઁથી પણ તડીપાર કરવામાં આવી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle