પૈસા અને પોલીટીકલ પાવર સામે સુરત પોલીસ ડરી ગઈ?- યુવતીને કચડી નાખનાર રંગે હાથે પકડાયો છતાં FIRમાં નામ ગાયબ

Published on Trishul News at 7:50 PM, Sat, 27 March 2021

Last modified on March 28th, 2021 at 12:52 PM

ગઈકાલે સુરતમાં બનેલી હીટ એન્ડ રન ઘટનામાં ઉમરા પોલીસને સુરતની જાહેર જનતાએ હાથોહાથ સોંપેલા કાર સવાર અતુલ બેકરીના અતુલ વેકરિયાને (Atul Vekaria) કથિત આરોપી તરીકે દેખાડતા સુરત પોલીસ ડરી રહી છે. ગઈકાલે દારુ પીધેલી હાલતમાં ત્રણથી વધુ બાઈકને ઉડાવીને એક યુવતીને કચડી નાખીને કાયમ માટે મોતને ઘાટ ઉતારી દેનાર ગાડીમાં સવાર અતુલને બચાવવા કોણ મથી રહ્યું છે અને શા માટે પોલીસ તેનું નામ લેતા ડરી રહી છે તે સવાલ સૌ શહેરીરીજનો કરી રહ્યા છે.

ઉમરા પોલીસે (Umara Police- Surat Police) નોંધેલી મૃતક યુવતીના ભાઈની ફરિયાદમાં કાર સવાર કે કાર ચાલકનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, જયારે હકીકત તો એ છે કે આ ઘટનામાં ઘટના સ્થળેથી પકડાયેલા અને PCR વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જવાયેલા કથિત આરોપી અતુલ વેકરીયા હતા.

ઉમરા પોલીસે મૃતક ઉર્વશી ચૌધરીના ભાઈ નીરજે નોંધાવેલી ફરિયાદમાં અતુલ વેકરીયાના નામનો ઉલ્લેખ કરવાને બદલે અજાણ્યા શખ્શ લખીને કથિત આરોપીને (Atul Bakery owner Atul Vekariya) મોકળું મેદાન આપી દીધુ છે. પોલીસ દ્વારા ઇન્ડીયન પેનલ કોડની કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪A અને મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અંતર્ગત કલમો ઉમેરવામાં આવી છે.

પ્રત્યક્ષ દર્શીઓનું કહેવું સ્પષ્ટ હતું કે, કથિત આરોપી પીધેલી હાલતમાં હતો. ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી હતી. છતાં પોલીસે શા કારણે કથિત આરોપીને છાવરી રહી છે તે મોટો સવાલ થાય છે. વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાય રહ્યું હતું કે આરોપી અકસ્માત સમયે અસ્વસ્થ અવસ્થામાં હતા. ત્યારે પોલીસે કથિત આરોપીનો આલ્કોહોલ ટેસ્ટ કર્યો હશે કે નહી? તે મોટો સવાલ ખડો થયો છે.

કોણ છે કથિત આરોપી અતુલ વેકરીયા?
અતુલ બેકરીના નામે મોટી બિજનેસ ચેઈન ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ધરોબો ધરાવે છે. પ્રધાનમંત્રી મોદીના સીધા સંપર્કમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "પૈસા અને પોલીટીકલ પાવર સામે સુરત પોલીસ ડરી ગઈ?- યુવતીને કચડી નાખનાર રંગે હાથે પકડાયો છતાં FIRમાં નામ ગાયબ"

Leave a comment

Your email address will not be published.


*