સુરતના વરાછા વિસ્તારમાં 15 વર્ષની દીકરી પર પાડોશીએ જ આચર્યું દુષ્કર્મ અને વિડીયો ઉતારીને…

હાલ સુરતમાંથી એક એવો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં વરાછા વિસ્તારમાં 15 વર્ષની કિશોરી સાથે તેના જ પાડોશમાં રહેતાં 20 વર્ષના ગૌતમ નામના યુવકે…

હાલ સુરતમાંથી એક એવો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં વરાછા વિસ્તારમાં 15 વર્ષની કિશોરી સાથે તેના જ પાડોશમાં રહેતાં 20 વર્ષના ગૌતમ નામના યુવકે બ્લેકમેલ કરી તેની પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જાણવા મળ્યું છે કે, તે વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. જેને કારણે યુવતી કંટાળી ગઈ હતી અને ખુબ જ હતાશ રહેતી હતી.

આ અંગે જયારે માતાએ તેને પૂછ્યું ત્યારે દીકરીએ સમગ્ર આપવીતી વર્ણવી હતી. ત્યારબાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપી નરાધમની ધરપકડ કરવામાં આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતી 15 વર્ષની કિશોરી અને તેની જ સામેના મકાનમાં રહેતો રત્ન કલાકાર ગૌતમ જયારે કિશોરી એકલી હોય ત્યારે કિશોરી સાથે મીઠી મીઠી વાતો કરી અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી.

ત્યારબાદ ઊંચા ઊંચા સપનાં દેખાડી તેને ફરવાના બહાને બાઈક પર બેસાડી તેના કોઈ પરિજનના ઘરમાં લઇ ગયો હતો. અને ત્યાં કિશોરીને પ્રેમની વાતો કરી તેની સાથે મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. નરાધમની દાનત પહેલેથી જ ખરાબ હોવાથી તેણે કિશોરીના બીભત્સ વીડિયો તેના મોબાઈલમાં ઉતારી લીધા હતા.

ત્યારબાદ કિશોરી એકલી હોય ત્યારે તેને આ ફોટો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી ગૌતમ વારંવાર તેની સાથે કિશોરીના જ ઘરમાં જઈ બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો. રોજ રોજના નરાધમના બ્લેકમેઈલિંગથી કિશોરી કંટાળીને હતાશ થઈ ગઇ હતી.

માતાએ કિશોરીને હતાશ જોઈ તેને પૂછ્યું તો કિશોરીએ સમગ્ર હકીકત માતાને કહેતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ગુનાની ગંભીરતા જોઇ માતાએ વરાછા પોલીસ મથકનો સહારો લીધો હતો. જ્યાં આ નરાધમ વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *