બાંગ્લાદેશી યુવતીઓને સુરત લાવી કરવામાં આવતો હતો દેહવ્યાપાર, ઘટના જાણી પોલીસ પણ ગોટે ચડી  

સમગ્ર વિશ્વમાં એક પણ જગ્યા એવી નથી કે જ્યાં મહિલાઓ સુરક્ષિત હોય. એવી અને ઘટનાઓ સામે આવે છે જેમાં મહિલાઓ, કિશોરીઓ તથા નાની બાળકીઓનો પણ…

સમગ્ર વિશ્વમાં એક પણ જગ્યા એવી નથી કે જ્યાં મહિલાઓ સુરક્ષિત હોય. એવી અને ઘટનાઓ સામે આવે છે જેમાં મહિલાઓ, કિશોરીઓ તથા નાની બાળકીઓનો પણ દેહવ્યાપાર અથવા બળાત્કાર કરવામાં આવે છે. આ દરમિયાન એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગરીબ નિર્દોષ કિશોરીનો દેહવ્યાપાર કરવામાં આવતો હતો.

જે બાંગ્લાદેશ પોતાની જીડીપી મજબૂત હોવાના દાવાઓ કરી રહ્યું છે ત્યાંની ગરીબ નિર્દોષ યુવતીઓની જિંદગીનો ભોગ લઈ રહી છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. કારણ કે, બાંગ્લાદેશી યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવવાના ગોરખધંધાનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત પોલીસ દ્વારા બાંગ્લાદેશી કિશોરીને અને દલાલને ઝડપી પાડવામાં આવ્યો છે સાથે જ કિશોરીને રેસ્ક્યૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, બાંગ્લાદેશમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તેવા પરિવારની દીકરીને પૈસા આપી સુરત લાવવામાં આવી હતી. ત્યારબાદ આ દીકરીને સુરતમાં દેહવક્રિયના ધંધામાં ધકેલી દેવામાં આવી. આ વાતની જાણ તથા એસઓજી પોલીસે સુરત રેલ્વે સ્ટેશન બહાર સીટી બસ સ્ટેશન પાસેથી એક કિશોરીને પકડી હતી અને તેને દેહવક્રિયના ધંધામાં ધકેલનાર દંપતી તથા સુરત સુધી લાવનાર દલાલને પણ પકડી પાડવામાં આવ્યા હતા.

બાંગ્લાદેશના દલાલને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, શહેરમાં ચોથીવાર હ્યુમન ટ્રાફિકીંગ ઘટના સામે આવી છે. એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક ઈસમો દ્વારા બાંગ્લાદેશથી બાળ કિશોરીઓની તસ્કરી કરી સુરત લાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને દેહવક્રિયના વેપારમાં ધકેલી દેવામાં આવે છે.

સુરતમાં છેલ્લા કેટલા સમયથી હ્યુમન ટ્રાફિકિંગની ઘટનાઓ શહેરમાં વધી રહ્યી છે. જેને લઈને પોલીસ વિભાગ પણ સક્રિય થયું છે અને આ બાતમીના આધારે પોલીસ દ્વારા રેલ્વે સ્ટેશન પાસે સીટી બસ સ્ટેશન પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે એક બાળ કિશોરીને પકડી તેની પૂછપરછ કરી હતી.

પુછપરછ કરતા દેહવિક્રિયના નેટવર્કની ચોંકાવનારી વિગતો સામે આવી હતી, ત્યારે પોલીસે આ નેટવર્ક ચલાવનાર આરોપી દંપતી સહિતના 3 શખ્સને ઝડપી પડ્યા હતા. આ ઉપરાંત બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરાવનાર બાંગ્લાદેશના દલાલ જીલાલને વોન્ટેડ ઘોષિત કરવામાં આવ્યો હતો.

વધુમાં જાણવા મળ્યું હતું કે, આરોપી દંપતી બાંગ્લાદેશમાં રહેતા અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા પરિવારની નાની દીકરીઓને પૈસાની લાલચ આપી તેમજ દલાલોને પણ પૈસા આપી તેમના દ્વારા નાની બાળકીઓની તસ્કરી કરી ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવી બસ અથવા ટ્રેન મારફતે સુરત લાવવામાં આવતી હતી અને તેમની પાસેથી દેહવ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હતો. હાલમાં પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *