કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક: સુરત પોલીસકર્મીનો રાત્રી કર્ફ્યું દરમિયાન જન્મદિવસની ઉજવણી કરતો વિડીઓ વાયરલ

સુરત: સુરત શહેરમાં અવારનવાર જાહેરમાં અને રાત્રી કર્ફ્યું દરમિયાન જન્મદિવસની ઉજવણી કરતા વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા હોય છે અને તેમના પર પોલીસ દ્વારા…

સુરત: સુરત શહેરમાં અવારનવાર જાહેરમાં અને રાત્રી કર્ફ્યું દરમિયાન જન્મદિવસની ઉજવણી કરતા વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા હોય છે અને તેમના પર પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આવો જ એક જન્મ દિવસનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હાલમાં જ સુરત શહેરમાં જન્મ દિવસની ઉજવણી કરેલા પોલીસ કર્મીનો વિડીઓ વાયરલ થયો છે. આ વિડીઓ રાત્રી કર્ફ્યું દરમિયાન ઉજવવામાં આવેલ જન્મ દિવસનો હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસ કર્મી પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. આ વિડીઓ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વિડીઓમાં જન્મદિવસ ઉજવી રહેલા પોલીસકર્મી કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે. એક પોલીસકર્મી જ રાત્રી કર્ફ્યું દરમિયાન આ પ્રકારની પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હોય તે કેટલું યોગ્ય. આ વિડીઓમાં તમે જોઈ શકો છો કે પોલીસકર્મી ઉત્સાહ સાથે ખુશીથી પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે.

રાત્રી કર્ફ્યું દરમિયાન જો પોલીસ જ તેમનું ઉલ્લંઘન કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરે તે કેટલું યોગ્ય. સામાન્ય જનતાને નિયમોનું પાલન કરવાની સલાહ દેતી પોલીસ જ જો આ પ્રકારના કોરોનાના નિયમોનું ભંગ કરશે તો સામાન્ય જનતા તમારી પાસેથી શું શીખશે? શું કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બની રહેશે? શું પોલીસને કાયદાનો કે કોરોનાના નિયમોનો ડર નથી લાગતો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *