નોકરીની લાલચે ગરીબ બાંગ્લાદેશી સગીરાને સુરત બોલાવી અને આ નરાધમે…

આજકાલ ગુજરાતમાં દેહવ્યાપાર તેમજ દુષ્કર્મના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મોટા ભાગે વિદેશી યુવતીઓને અહી લાવીને તેની સાથે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોય છે.…

આજકાલ ગુજરાતમાં દેહવ્યાપાર તેમજ દુષ્કર્મના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મોટા ભાગે વિદેશી યુવતીઓને અહી લાવીને તેની સાથે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોય છે. આ દરમિયાન સુરતમાંથી ફરીવાર એક એવો કેસ આવ્યો છે જેમાં બાંગ્લાદેશી યુવતીઓ પાસે દેહવિક્રયનો ધંધો કરાવવામાં આવતો હતો.

જાણવા મળ્યું છે કે, સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાંગ્લાદેશી યુવતીઓ પાસે દેહવિક્રયનો ધંધો કરાવતા દલાલને ઝડપી પાડવામાં આવ્યો હતો. દલાલ વિરુદ્ધ રાજસ્થાનના કોટા શહેરમાં માનવ તસ્કરી અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, આ વ્યક્તિએ સુરત પોલીસનાં હાથે ઝડપાતા ગરીબ યુવતીઓ પાસે કરાવાતા દેહવ્યાપારનું મોટુ નેટવર્ક ખુલ્લું પાડ્યું હતું.

ફિલ્મોની કહાની જેવા આ નેટવર્ક અંગે માહિતી મળી છે કે, સુરત એસઓજીએ ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી કરીમુલ્લા ઉર્ફે રાજાની ધરપકડ સુરતના લીંબાયતા પાસે આવેલી મદીના મસ્જીદ પાસેથી કરવામાં આવી છે. આ આરોપીની પુછપરછ કરતા પોલીસને આંખ ઉઘાડનારા સેક્સ રેકેટની ચોંકાવનારી વિગત પ્રાપ્ત થઈ છે.

આરોપીએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશથી દલાલ દ્વારા આર્થિક રીતે પછાત વર્ગનાં પરિવારની સગીર વયની દીકરીઓને પૈસાની લાલચ આપીને તસ્કરી કરી ભારતમાં લાવવામાં આવતી હતી. ત્યારબાદ આ યુવતીઓને યેનકેન પ્રકારે તૈયાર કરી તેમની પાસે દેહવ્યાપાર કરાવતા હતા.

આરોપીઓ દલાલોનો સંપર્ક કરીને તસ્કરી કરીને લાવેલી છોકરીઓને અલગ અલગ શહેરમાં દેહવ્યાપાર માટે મોકલવામાં આવતી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ભોગ બનનારી છોકરી ચાર વર્ષ પહેલા લાવવામાં આવી હતી. તેની પાસે મુંબઇમાં થોડા દિવસો દેહવ્યાપાર કરાવ્યા બાદ સુલ્તાન કાયઝર મુસ્લીમ પાસે મોકલી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *