મમતા બેનર્જીના વિરોધ માટે મેયર આવ્યા પણ દાવ પડ્યો ઊંધો, ભાજપના જ આગેવાનોએ લગાવ્યા “હાય રે, મેયર.. હાય હાય” ના નારા- જુઓ કેવી રીતે ભાગ્યા

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર કરેલા હુમલાઓ, અમાનવીય અત્યાચારો અને ભાજપના કાર્યકર્તાઓની હત્યા સામે આજે સવારે ૧૦ વાગ્યે સીતાનગર ચાર રસ્તા…

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર કરેલા હુમલાઓ, અમાનવીય અત્યાચારો અને ભાજપના કાર્યકર્તાઓની હત્યા સામે આજે સવારે ૧૦ વાગ્યે સીતાનગર ચાર રસ્તા પર વોર્ડ નંબર ૧૬ ના દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહીને વિરુધ કરવાનો કાર્યકર્મ યોજવામાં આવ્યો હતો. વિરોધમાં સુરતના મેયર હેમાલી બોઘવાલા પણ ઘરણા પર બેસવા આવી પહોચ્યા હતા. પરંતુ ધરણા પર બેસવા આવેલા મેયર સામે ભાજપના જ કાર્યકર્તાઓએ એવા તીખા સવાલો ઉભા કર્યા હતા અને મેયરને બધા આયોજનો રદ કરી અને માંગ સાંભળ્યા વગર જ  પાછું ફરવું પડ્યું હતું.

દેશમાં કોરોનાથી સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. સાથે સાથે જ ગુજરાત રાજ્યમાં પણ પરીસ્થીતી વધારે કથળી છે. એકતરફ હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા છે અને બીજીબાજુ ઈન્જેકશન ગોતવા માટે સામાન્ય જનતાને શહેરના ખૂણે ખૂણે ભટકવું પડે છે. આ ઘટનામાં સૌથી વધારે તકલીફ હાલમાં અંધભક્તોને પડી રહી છે અને આજે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે.

સુરતના પુણા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓએ ધરણા પર બેસવા આવેલા મેયરને નિશાને લીધા હતા. પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરોની કથિત હત્યાઓના વિરોધમાં ફોટોગ્રાફીના ઈરાદે સુરતના મેયર હેમાલી બોઘાવાલા ધરણા કરવા આવી પહોચ્યા હતા અને તે આવે એ પહેલા જ ભાજપના કાર્યકરોએ હાલની પરિસ્થીતીથી કંટાળીને મેયર સામે ઉગ્ર વિરુધ કરવાનો શરુ કર્યો હતો.

ભાજપના કાર્યકરોનો મેયર ઉપર રોષ હતો કે, આપણા કાર્યકરો મરી રહ્યા છે, તેમને ઇન્જેકશનો અપાવો. અમારી બેનો દીકરીઓ મરી રહી છે. અમે ભાજપના કાર્યકર્તાઓ છીએ તેમછતાં યોગ્ય સારવાર અને ઈન્જેકશન નથી મળી રહ્યા. ધરણા પર બેસવા આવેલા મેયર પોતાના જ આગેવાનોની માંગ સાંભળ્યા વગર ભાગ્યા હતા. “હાય રે, મેયર.. હાય હાય” ના નારા લાગ્યા હતા અને પરિસ્થિતિ પારખી જતાં મેયર તત્કાળ વિરોધ પ્રદર્શન છોડીને રવાના થયા હતાં.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ જણાવતા કહ્યું હતું કે, શહેરમાં કોરોના મહામારીને કારણે સેંકડો મોત થઈ રહ્યા છે. તેને અટકાવવાને બદલે મેયર આ રીતે વિરોધ પ્રદર્શનમાં પોતાનો સમય વેડફી રહ્યા છે. આ સમયે વિરોધ પ્રદર્શન કરવાનો નહીં પરંતુ પોતાના શહેરના લોકો માટે જરૂરી તમામ સુવિધઓ ઉપલબ્ધ કરાવવાનો છે. કોર્પોરેશનના જુના કોન્ટ્રાક્ટ પર લેવાયેલા તબીબો હડતાળ પર ઊતરતાં હેલ્થ સેવા ઉપર અસર થઇ રહી છે. તેવા મહત્વના પ્રશ્નો ઉકેલવાને બદલે તૃણમુલ કોંગ્રેસનો વિરોધ કરીને મેયર હજી પણ પોતાની રાજનીતિ ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *