દિવાળીની ઉજવણી કરવા સુરતથી બહારના રાજ્યોમાં જતી ટ્રેનોમાં ભારે ધસારો, ભાગદોડમાં મોતની આશંકા

Published on Trishul News at 11:48 AM, Sat, 11 November 2023

Last modified on November 11th, 2023 at 11:49 AM

સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર ટ્રેનમાં બેસવા માટે કલાકોથી લોકો લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ જગ્યા માટે લોકો પડાપડી કરતા જોવા મળ્યા. ટ્રેનની 1700 લોકોની કેપેસિટીની સામે 5 હજારથી વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે. ટ્રેનમાં બેસવા જગ્યા ન મળતા અનેક પરિવાર વતન ન જઈ શક્યા જયારે બીજી તરફ ટીકીટ હોવા છતાં અનેક મુસાફરો જગ્યા જ ન મળી હોવાના અહેવાલ સામે આવ્યા છે. તો બીજી તરફ રેલ્વે સ્ટેશન પર ભારે ધસારો જોવા મળતા પોલીસ કાફલો ઉતારવામાં આવ્યો છે, તેમ છતાં ટ્રેન માં ચઢવા જતા ભાગદોડ મચી હતી.

સુરત રેલ્વે સ્ટેશન (Surat Railway Station) પર થયેલી ભાગદોડમાં 5 લોકો ભીડ નો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. 4 લોકો બેભાન થયા હોવાની માહિતી સામે આવી છે. જયારે પ્રાથમિક જાણકારી અનુસાર 1 વ્યક્તિ ની મોત ની આશંકા સેવાઈ રહી છે અને રેલવે પોલીસે માઉથ બ્રેધિંગ કરી લોકો ના જીવ બચાવતા જોવા મળ્યા હતા. વધુ વિગતો અહેવાલ અનુસાર અહી અપડેટ કરવામાં આવશે.

એક મુસાફરને પોલીસ દ્વારા સીપીઆર આપવામાં આવ્યું છે અને હાલત ગંભીર જનતા 108 દ્વારા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

કેટલાક પેસેન્જર્સને બારીમાં તો કેટલાકને શૌચાલયમાં બેસવાની ફરજ પડી છે. કેટલાક મુસાફરો તો એવા પણ છે કે જેમની પાસે ટિકિટ હોવા છતા ટ્રેનમાં જગ્યાના અભાવે મુસાફરી કરી ન શક્યા. ટિકિટ લઈને ઊભેલા મુસાફરો ટ્રેનમાં ભીડને પરિણામે ટ્રેનમાં ચડી જ ન શક્યા.

Be the first to comment on "દિવાળીની ઉજવણી કરવા સુરતથી બહારના રાજ્યોમાં જતી ટ્રેનોમાં ભારે ધસારો, ભાગદોડમાં મોતની આશંકા"

Leave a comment

Your email address will not be published.


*