સુરત RTOએ રાતોરાત આ 3359 વાહનો બ્લેકલિસ્ટ, તમારી ગાડી તો નથી ને આ લીસ્ટમાં?

SURAT RTO: સુરત RTO દ્વારા ટેક્સ ભરપાઈ કરવામાં ગલ્લાંતલ્લા કરી રહેલા 3359 વાહન ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બ્લેકલિસ્ટ થયેલા આ તમામ…

SURAT RTO: સુરત RTO દ્વારા ટેક્સ ભરપાઈ કરવામાં ગલ્લાંતલ્લા કરી રહેલા 3359 વાહન ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બ્લેકલિસ્ટ થયેલા આ તમામ વાહન સ્ક્રેપ પોલિસી અંતર્ગત ટેક્સ નહીં ભરનાર હવે ફેસિલિટી સેન્ટરમાં વેહિકલ સ્ક્રેપ નહીં કરાવી શકે. ખાનગી બસ અને ગુડ્સ ટૂકનો વાર્ષિક ટેક્સ ભરવામાં વાહનમાલિકો લાંબા સમયથી ગલ્લાં- તલ્લાં કરી રહ્યા હતા. વારંવાર નોટિસ ફટકારવા છતાં આંખ આડા કાન કરનારા આ વાહનમાલિકોની સાન ઠેકાણે લાવવા વ્હીકલો બ્લેકલિસ્ટ (RTO) કરી દીધા છે.

જે વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. તેવા વાહનો ફેસિલિટી સેન્ટરમાં સ્કેપ પણ કરાવી શકાશે નહીં. એટલું જ નહીં જ્યાં સુધી ટેક્સ ભરપાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી વાહન ટ્રાન્સફર અથવા અન્ય કોઈપણ પ્રકારની કામગીરી પણ કરી શકાશે નહીં.

માત્ર 10 જેટલાં વાહનમાલિકોએ ટેક્સ ભર્યો

બાકી ટેક્સ ભરપાઈ કરવા માટે મોકલાવેલી નોટિસની અવગણના કરનારા 3359 વાહનમાલિકોના વ્હીકલ બ્લેકલિસ્ટ કરી દેવાયા છે. આ વાહનો બ્લેકલિસ્ટ કરવા પાછળ માત્ર એક જ કારણ છે કે સરકારનો ટેક્સ નહીં ભરનારા પોતાના વ્હીકલો ફેસિલિટી સેન્ટરમાં સ્ક્રેપ કરાવી શકે નહીં. વધુમાં વાહનમાલિકોને વ્હીકલ બ્લેકલિસ્ટમાં દેખાતા ટેક્સ ભરવા માટે RTO કચેરીએ દોડી આવ્યા હતા.

અત્યાર સુધીમાં 10થી વધુ વાહનમાલિકો ટેક્સ ભરી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લક્ઝરીયસ બસ સીટિંગ કેપેસિટી પ્રમાણે RTOમાં ટેક્સ ભરતા હોય છે બીજી બાજુ ગુડસ ટ્રક માટે પણ નિર્ધારિત ટેક્સ પ્રમાણે ભરપાઈ કરતા હોય છે પરંતુ જે વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. તેમના માલિકોએ આ નિયમ મુજબ 53.31 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી રાખી ટેક્સની ભરપાઈ કરી નહોતી. કેટલાક એક વર્ષથી ટેક્સ ભર્યા નથી તો કેટલાક બે અથવા ત્રણ વર્ષથી ટેક્સ ભરવા આરટીઓમાં ફરક્યા નથી.

હાલ આરટીઓના ચોપડે 3359 વાહનોનો અંદાજિત 53.31 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે. મસમોટી રકમનો ટેક્સ બાકી હોવાથી ઇન્ચાર્જ આરટીઓએ ટેક્સ નહીં ભરનારાઓ સામે કાયદાનો કોરડો ઉગામ્યો છે. સુરત આરટીઓ આકાશ પટેલે જણાવ્યું હતું કે, કેટલાક વાહનમાલિકો લાંબા સમયથી વાહનોનો ટેક્સ ભરવા માટે ક્ચેરીમાં ફરક્યા નથી. વારંવાર નોટિસ ફટકારવા છતાં બાકી ટેક્સ ભરવા માટે અખાડા કરી રહ્યા છે. ત્યારે વાહન વ્યવહાર કમિશનરના આદેશને પગલે ટેક્સ ભરપાઈ કરવાના બાકી હોય તેવા 3359 વાહનો બેકલિસ્ટ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *