પટેલ સમાજનો વિશેષ સમૂહ લગ્નોત્સવ 107 જગ્યાઓએ એકસાથે થયા લગ્ન- 50થી વધુ દેશોમાં થયું LIVE પ્રસારણ

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા રવિવારે ગ્લોબલ સમુહલગ્નોત્સવ યોજાયા હતા.  લગ્નમાં ૧૦૭ યુગલો પ્રભુતામાં પગલા પાડયા હતા. જેમાં ૯૪ લગ્નમંડપ સુરતના વિવિધ વિસ્તારમાં હતા જ્યારે…

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા રવિવારે ગ્લોબલ સમુહલગ્નોત્સવ યોજાયા હતા.  લગ્નમાં ૧૦૭ યુગલો પ્રભુતામાં પગલા પાડયા હતા. જેમાં ૯૪ લગ્નમંડપ સુરતના વિવિધ વિસ્તારમાં હતા જ્યારે ૧૩ લગ્ન મંડપ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હતા. આ તમામને મંડપને ડીઝીટલી જોડીને અનોખા સમૂહલગ્ન થયા હતા. પટેલ સમાજ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમનું લાઈવ ટેલીકાસ્ટ સુરત, સૌરાષ્ટ્ર અને દુનિયાના લગભગ 50 જેટલા દેશોમાં વસતા પટેલ સમાજના લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો.

સમાજના કુરિવાજો દૂર કરવા માટે લગભગ દરેક મંચ પરથી ભાષણ સાંભળવા મળતા હોય છે પરંતુ પટેલ સમાજ દ્વારા કુરિવાજો દૂર કરવા માટે અલગ દાખલો બેસાડવા માટે 62માં સમૂહ લગ્ન સમારોહનું દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્ઘાટન સમાજની ગંગાસ્વરૂપ (વિધવા) બહેનોના હાથે કરાવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા મુખ્ય મહેમાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, 1980ની સાલમાં સૌરાષ્ટ્રના બગસરામાં પ્રથમ વખત સમૂહ લગ્ન થયા હોવાનું મારા ખ્યાલમાં છે. તે સમય આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે શરૂઆત થઇ હતી પરંતુ મારી દ્રષ્ટિએ સમૂહ લગ્ન સમારોહના અનેક ફાયદાઓ છે.

દરેક યુગલને પટેલ સમાજ તરફથી કન્યાને ૨૦ હજાર રોકડા તથા ૨૦ હજારના કરિયાવર સાથે કુંવરબાઇનુ મામેરૂ તથા સાતફેરા સમુહલગ્ન યોજનાની રકમ મળીને ૬૦ હજારની સહાય અપાઇ છે. આ ઉપરાંત જેમના પિતા હયાત નથી તેવી લગ્નમાં જોડાયેલી ૨૭ કન્યાઓને રૂ. ૫૦૦૦નો ચાંદલો બાબુ જીરાવાળા તરફથી આપવામાં આવ્યો હતો. આશાદિપ ગૃપ ઓફ સ્કુલ દ્વારા દરેક યુગલને લગ્ન મંડપે જઇને કપલ વોચ ગિફ્ટ કરાઇ હતી.

સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓની પ્રથમ સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર પટલ કેળવણી પાયો નાંખનાર વજુભાઇ એસ. કમાણીનું થોડા દિવસ પહેલા કોરોનાને કારણે અવસાન થયેલ. સમાજને કેળવણી વિષયક પ્રવૃત્તિની દિશા આપનાર વજુભાઇ એસ. કમાણીના પરિવારને સન્માનપત્ર આપી સેવા બદલ મરણોત્તર સમાજ ગૌરવથી સન્માનિત કરાયા હતા. તેમના પત્ની કાંતાબેનએ સ્વીકાર કયો હતો.

સંસ્કૃતિનું જતન અને ઇતિહાસ નિર્માણ કરવો હોય તો પાછળના ઇતિહાસમાં જવું પડશે. લગ્ન સંસ્કાર સમયે સાત ફેરા સપ્તપદી વગેરેનું વર્ણન કરી વર્તમાન સમયમાં કઈ કઈ બાબતોમાં સચેત રહેવું પડશે તેની ટકોર કરી હતી. સંસ્થાના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયે ખૂબ જ કપરો હોવાના કારણે છેલ્લા 37 વર્ષથી સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ચાલી આવતી સમૂહલગ્ન પરંપરાને કદાચ તોડવી પડે પરંતુ ટેકનોલોજીની સાથે રહીને દરેક કન્યા પોતાના ઘરઆંગણે પરણી શકે અને તે સમારોહ દુનિયામાં વસતા પટેલ સમાજના બધા જ લોકો માણી શકે તેવું સુંદર આયોજન થતા પ્રથમ વખત ગ્લોબલ સમૂહલગ્નનું આયોજન શક્ય બન્યું હતું.

અમેરિકાથી ખાસ હાજરી આપનારા મુખ્ય મહેમાન પ્રવીણભાઈ પાનસુરીયા, સમારોહના અધ્યક્ષ લવજીભાઈ ડાલીયા,  રાજ્યના આરોગ્યમંત્રીશ્રી કીશોરભાઇ કાનાણી, ચેમ્બર્સના પ્રમુખ શ્રી દિનેશભાઇ નાવડીયા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા પ્રમુખશ્રી વેલજીભાઈ શેટા તેમજ સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા. આ ગ્લોબલ કાર્યક્રમને ભારત સહિત ૫૦ જેટલા દેશના ૨ લાખથી વધુ લોકોએ ઓનલાઇન માણ્યો હતો. અને દેશ વિદેશમાંથી ૨૨ જેટલા મહાનુભાવાઓ ૧૦૭ નવદંપતિને ઓનલાઇન શુભકામનાઓ પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *