સુરતના પુણામાં PUCના નામે ASI 200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા – જુઓ વિડીયો

Published on Trishul News at 7:37 PM, Tue, 29 September 2020

Last modified on September 29th, 2020 at 7:37 PM

આજ રોજ લાંચ લેવામાં સુરત પોલીસ (Surat Police) ફરી એક વખત વિવાદમાં આવી છે. ASI પોતે રસ્તા પર જતા વાહનોને ઉભારાખીને 500 રૂપિયાની લાંચ માંગી રહ્યા હતા. જેનો વિડીયો હાલમાં સોશ્યલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સાંજ પડતા જ કેટલાક કર્મીઓ ટેન્પા ચાલકો પાસેથી પૈસા ઉઘરાવતા હોવાની ફરિયાદો સામે આવતી રહે છે. આ અંગેનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સુરતના ASI એક ટેમ્પા ચાલક પાસેથી 200 રૂપિયાની લાંચ (Surat Police Bribe) લેતા ઝડપાયા છે. જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે સુરતમાંથી આવો વીડિયો વાયરલ થયો છે. આ પહેલા પણ લાંચ માંગવાના વીડિયો વહેતા થઈ ચૂક્યા છે.

આ વિડીયોમાં જોવામ અલે છે કે, વાહનચાલક કહે છે કે, ધંધામાં કઈ નથી અને તમે દંડ કરો છો ત્યારે પોલીસ કર્મચારી કહે છે કે, બધા આવું જ કહે છે કોઈને કંઈ વાંધો નથી એમ કહીને રૂપિયા ખીસ્સામાં નાખતાં જોવા મળી રહ્યાં છે. વાઈરલ થઈ રહેલા વીડિયો અંગે પોલીસના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, તપાસ કરવામાં આવશે.

આ પહેલા પણ આવા વિડીયો વાઈરલ થતા આવ્યા છે. ત્યારે આજે ફરી એક વખત આ વિડીયો વાઈરલ થતા હાહાકાર મચી ગયો હતો. સુરત પોલીસ આમ તો ગુનાખોરી ઉકેલવામાં છેલ્લા એક અઠવડિયામાં લોકોની વાહવાહી મેળવી રહી છે. ત્યારે આ જ પોલીસના કેટલાક જવાનો પોલીસનું નામ બગાડી રહ્યા છે. કેટલાક પોલીસ કર્મચારી પોતાની પાસે રહેલા ખાખી વર્દીના પાવરના જોરે લોકોને રંજાડતા હોવાની સતત ફરિયાદ આવી રહી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ધર્મરાજ સાંજ પડતાની સાથે પોલીસ સ્ટેશનની બહાર આવેલા ઓવર બ્રિજ નીચે બેસી જાય છે. જે બાદમાં ત્યાંથી પસાર થતા ટેમ્પાઓને અટકાવી PUCની માંગણી કરે છે.

જો ટેમ્પા ચાલક પાસે પીયુસી ન હોય તો તેમની પાસે દંડના 500 રૂપિયાની માંગણી કરે છે. ત્યાર બાદ પતાવટ માટે રૂપિયા 200ની માંગણી કરે છે. આમ કરીને તેઓ દંડની રકમ સરકારમાં જમા કરવાને બદલે પોતાના ખિસ્સામાં મૂકે છે. આવા જ એક ટેમ્પો ચાલકને તેઓએ અટકાવ્યો હતો અને દંડની રકમ પેટે 500 રૂપિયાની માંગણી કરી હતી. જે બાદમાં કેસ પતાવવા માટે 200 રૂપિયાની માંગણી કરી હતી. આ સમયે ટેમ્પા ચાલકે વીડિયો બનાવી લીધો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "સુરતના પુણામાં PUCના નામે ASI 200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા – જુઓ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*