સુરતમાં લગ્નની લાલચ આપીને શિક્ષિકાને બનાવી હવસનો શિકાર

Published on: 3:04 pm, Fri, 18 June 21

સુરતમાં અત્યાચારની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક શોષણ કરવાની સતત ફરિયાદો સુરતના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ રહી છે. ત્યારે સુરતમાં વધુ એક એવો જ એક બનાવ સામે આવ્યો છે. એક શિક્ષિકાને લગ્નની લાલચ આપીને સહકર્મચારી શિક્ષકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા હોબાળો મચી ગયો છે.

સુરતના ડિંડોલીના ગંગાનગર ખાતે રહેતા 26 વર્ષના યુવાને શિક્ષિકાને લગ્નની લાલચ આપીને અવાર-નવાર બળાત્કાર ગુજારતો હતો. જયારે શિક્ષિકાએ લગ્નની વાત કરી ત્યારે શિક્ષકે હિતેષે ના પાડી હતી. હિતેષે ધમકી પણ આપી હતી કે, આ વાત જો કોઈને જાણ કરશે તો તેને સમાજ માં બદનામ કરશે. તેથી શિક્ષિકાએ પોલીસને ફરિયાદ નોંધી હતી. જો કે પોલીસે ગણતરીના દિવસોમાં જ નરાધમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.

સુરતના નવાગામ-ડિંડોલી ખાતે ગંગાનગરમાં રહેતા હિતેષ રામદાસ મિશ્રા નામના 26 વર્ષના યુવકે  2015માં પીડિતા સાથે પરિચયમાં આવ્યા હતા.  ત્યારબાદ તેની સાથે પ્રેમ સંબંધબાધી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી. યુવતીનો વિશ્વાસ જીતી લીધા બાદ હિતેષ મિશ્રાએ તેણી સાથે અવાર-નવાર અલગ-અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધ્યો હતો.

શિક્ષિકાને લગ્ન નહિ કરવા સાથે જ જો લગ્ન માટે દબાણ કરશે તો તેણીને સમાજમાં બદનામ કરી નાખશે. શિક્ષિકા ઉપર હવસ સંતોષ્યા બાદ હિતેષ મિશ્રા લગ્નની વાતથી મુકરી ગયો હતો.

શિક્ષિકાએ આ ઘટના ડિંડોલી પોલીસ મથકે ગઈ રાત્રે પોતાની સાથે કામ કરતો શિક્ષક હિતેશ સામે બળાત્કારનો કેસ નોંધ્યો હતો. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ હતી. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી હિતેશ મિશ્રાને પકડી પાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.