ડાયમંડ કિંગ સવજીભાઇ દિવાળી બોનસમાં 600 કર્મચારીને આપશે કાર

દિવાળી આવતાં જ નોકરિયાત વર્ગમાં બોનસની ચર્ચા જાગી છે, ત્યારે બોનસ આપવાની ચર્ચામાં સુરતના સવજીભાઇનું નામ ચોક્કસ લેવામાં આવે. કેમ નહીં, સવજીભાઇ પોતાની કંપનીમાં કામ કરતાં કર્મચારીઓને લાખો રૂપિયાની કારથી લઇને ઘર સુધીની મોંઘું મોંઘું બોનસ આપે છે. ત્યારે આ વખતે પણ સવજીભાઇ પોતાના કર્મચારીઓને એક એક કાર ગિફ્ટમાં આપવાના છે.

ફરી એક વખત ડાયમંડ કિંગ સવજી ભાઈ ધોળકિયા ચર્ચામા છે. પોતાના કર્મચારીને બમ્પર દિવાળી બોનસ આપવા માટે પંકાયેલા સવજી ભાઈએ ફરી દિવાળી બોનસની જાહેરાત કરી છે, આ બોનસ તરીકે તેઓ 600 કર્મચારીઓને ગુરુવારે કાર આપશે. આ બોનસ આપ્યા બાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી શુભેચ્છા સંદેશ પણ આપશે.

આ પહેલા સવજી ભાઈ કર્મચારીઓને મકાન, જ્વેલરી, કાર આપી ચુક્યા છે. 1100 કર્મચારી માંથી કેટલાક ને મકાન તો કેટલાક કર્મચારીને બેન્ક એફડી આપવાના છે.

થોડા સમય પહેલા જ સવજીભાઇએ પોતાના ત્રણ કર્મચારીઓને લક્ઝુરિયસ કાર ભેટમાં આપી હતી, આ ત્રણ કર્મચારીઓને પૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના કાર ભેટમાં આપવામાં આવી હતી. સાથે તેમની કંપનીના જે કર્મચારીનું અકસ્માતમાં મોત થયું હતું, તેના પરિવારને રૂપિયા 1 કરોડની સહાય પણ આપવામાં આવી હતી.

Facebook Comments