લ્યો બોલો- બાળકોને સ્વચ્છતા કીટ આપવામાં ભ્રષ્ટાચારીઓ સાબુ, રૂમાલ, હેન્ડવોશની કટકી કરી ગયા

Published on Trishul News at 2:12 PM, Sun, 6 October 2019

Last modified on October 6th, 2019 at 2:12 PM

ભાજપ સાશિત સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે વિવાદ વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સ્વચ્છતા કીટને લઈને છે. વિપક્ષનો આરોપ છે કે જે નિર્ધારિત વસ્તુઓ આ કિટમાં આપવી જોઈતી હતી, તેનાથી હલકી કક્ષાના અને ઓછા ભાવની વસ્તુઓ સામેલ કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ શિક્ષણ સમિતિના પ્રમુખે આરોપને તદ્દન ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.

સરથાણા વિસ્તારમાં ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સ્વચ્છતા કીટ સમિતિ તરફથી આપવામાં આવી હતી. સ્વચ્છતાના માર્ગદર્શન હેઠળ આ માટે આ સ્વચ્છતા કીટમાં દરેક વસ્તુઓને સામેલ કરવામાં આવી હતી.  જેથી બાળકોમાં સ્વચ્છતાને લઈ જનજાગૃતિ આવે.

સ્વચ્છતા કીટ માટે રૂમાલ અથવા તો સારી ક્વોલોટીનો સાબુ જે ૩૦ ગ્રામનો હશે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ટેન્ડર રાખનાર ઇજારદાર દ્વારા અન્ય કંપનીનો સાબુ આ કીટમાં મુકવામાં આવ્યો છે. જે ૫ રૂપિયાનો છે. બીજી બાજુ લિસ્ટમાં હેન્ડ વોશનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેની કિંમત આશરે 17 રૂપિયા હોય છે. તેની જગ્યાએ માત્ર ચાર રૂપિયા વાળા પેપર શૉપ બાળકોને આપી દેવામાં આવ્યા છે. સાથે જ ઇજારદારને ટેન્ડરમાં કહેવામાં આવ્યું હતું કે બાળકોને જે રુમાલ આપવામાં આવશે તે ફ્રી સાઈઝના હશે. પરંતુ બાળકોને લેડીઝ રૂમાલ આપી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અણઘડ ને મનસ્વી નિર્ણયો લેનાર SMC પદાધિકારીઓ આ પહેલા પણ વિવાદમાં આવી ચુક્યા છે. થોડા સમય અગાઉં જ જનતાના પરસેવાના ટેક્ષના રૂપિયાથી લાખોની કિમતના મોંઘા આઈફોન મેયર અને અન્ય સત્તાધીશો વાપરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "લ્યો બોલો- બાળકોને સ્વચ્છતા કીટ આપવામાં ભ્રષ્ટાચારીઓ સાબુ, રૂમાલ, હેન્ડવોશની કટકી કરી ગયા"

Leave a comment

Your email address will not be published.


*