સુરત: જાણો કોણ છે બળાત્કારનો આરોપી સાધુ, રૂમ માંથી મળ્યા કોન્ડોમના પેકેટ…

0
2013

કતારગામ વિસ્તારમા આવેલા ડભોલી માં 24 વર્ષીય સ્વામીનારાયણ સાધૂ સામે 20 વર્ષીય યુવતીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીની ફરિયાદને આધારે પોલીસે સાધુની અટકાયત કરી લીધી છે, જ્યારે યુવતીને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે. યુવતી પર જ્યાં બળાત્કાર ગુજારાયો હતો, તે સ્ટોરરૂમ પાસેથી કોન્ડોમના પેકેટ મળ્યાનું પણ જાણવા મળ્યું છે.

આ અંગેની વિગતો એવી છે કે, 15 દિવસ પહેલા 20 વર્ષીય યુવતી ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુ પાસે આર્થિક મદદ માટે ગઈ હતી. આ સમયે યુવતી પર સાધુએ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીના પિતા હાર્ટના પેશન્ટ છે અને માતાની આંગળીમાં ફ્રેક્ચર હોઈ યુવતીને પૈસાની જરૂર પડી હતી.

મંદિરનું રસોડું સંભાળતા સાધુએ યુવતીને બીજીવાર મંગળવારે બપોરે પૈસા લેવા બોલાવી હતી અને યુવતીની એકલતાનો લાભ લઈ પોતાની હવસ સંતોષી હતી. બે-બે વાર બળાત્કારનો ભોગ બનેલી યુવતી પિતાને વાત કરતાં ત્યાં દોડી આવ્યા હતા. આ પછી યુવતીએ 181 મહિલા હેલ્પલાઇન અને કતારગામ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં દોડી આવી હતી.

આ પછી સાધુને લઈ પોલીસ કતારગામ પોલીસ પહોંચી હતી. યુવતીએ બળાત્કારની ફરિયાદ કરતાં સાધુની અટકાયત કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળી માહિતી પ્રમાણે સાધુનું નામ કરણસ્વામી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આઇપીસીની કલમ 376-એ, 506/2 હેઠળ ગુનો નોંધ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે હાલ, જ્યાં યુવતી પર બળાત્કાર ગુજારાયો હતો, તે સ્ટોરરૂમ એફએસએલની અંડરમાં છે. પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે સ્ટોરરૂમ પાસેથી કોન્ડોમનો પેકેટ મળી આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here