સુરતમાં ‘મીની ઓયો’ બન્યા કપલ બોક્ષ: વરાછા વિસ્તારમાં પોલીસે રેડ પાડી તો 13થી 19 વર્ષની તરુણીઓ એવું કરતી ઝડપાઈ કે…

Published on Trishul News at 12:05 PM, Tue, 11 May 2021

Last modified on May 11th, 2021 at 12:05 PM

આજકાલ ઘણા ગેરકાયદેસર ધંધા સામે આવે છે આ દરમિયાન સુરતમાં લાંબા સમયથી કોફી શોપનાં નામે પ્રેમી કપલને છોકરા છોકરીઓને એકાંત માણવાની જગ્યાએ વેપલો ખીલ્યો છે. આજે શહેરના મોટા વરાછામાં ચાલતા કોફી શોપમાં કપલ બોક્સ પર પોલીસે દરોડા પાડ્યાં હતા. જેમાં 10 કરતા વધુ કપલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

સુરતમાં આવા ઘણા કપલ બોક્સનો વેપલો ખીલ્યો છે. આ દરમિયાન કોરોના સંક્રમણ કાળમાં પણ જ્યારે હોટલ રેસ્ટોરામાં ટેક હોમ ડિલિવરી જેવી જ સુવિધાઓ શરૂ રાખવાની ગાઇડ લાઇન છે ત્યારે વરાછાના એક મોલમાં આવેલા કપલ બોક્સમાં પોલીસ દ્વારા દરોડા પાડ્યાં હતા. કોરોના સંક્રમણ વચ્ચે પણ આ બોક્સ ધમધમી રહ્યા હતા.

અહીં કોફી શોપમાં કપલ બોક્સ એક્ટિવ હતું. અહી 13 વર્ષથી લઇને 18 વર્ષની ઉંમરના છોકરા-છોકરીઓ એકત્ર થાય છે. આ વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડા પાડતા રસ્તા પર લોકોનાં ટોળેને ટોળા એક્ઠા થયા હતા. સુરતમાં અહીં ફક્ત આ એક જ જગ્યાએ આ કપલ બોક્સ ચાલું છે તેવું નથી આ ઉપરાંત અનેક સ્થળે હોટલથી માંડીને આવા કપલ બોક્સ ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ દરમિયાન અમરોલી પોલીસ દ્વારા મોટા વરાછા ખાતે પાડેલા દરોડામાં 7 જેટલી કિશોરીઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય યુવકોની પણ અટકાયત કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, કપલ બોક્સ અંગે પોલીસને તેમના સુત્રો દ્વારા માહિતી મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સુરતમાં ‘મીની ઓયો’ બન્યા કપલ બોક્ષ: વરાછા વિસ્તારમાં પોલીસે રેડ પાડી તો 13થી 19 વર્ષની તરુણીઓ એવું કરતી ઝડપાઈ કે…"

Leave a comment

Your email address will not be published.


*