બાકડા પર સુવા બાબતે બબાલ થતા એક યુવકને જીવતો સળગાવી દીધો, જાણો કયાની છે આ ઘટના

Published on Trishul News at 7:17 PM, Mon, 2 November 2020

Last modified on November 2nd, 2020 at 7:17 PM

સુરત શહેરમાં નાની નાની વાતને લઈને લોકો હત્યા કરવા માટે અચકાતા નથી. આજે પણ એવો જ એક કિસ્સો શહેરના પાંડેસરા વિસ્તારમાં બન્યો છે. જ્યાં એક બાકડા ઉપર સુવા જેવી સામાન્ય બાબતને લઈને બે યુવકોએ મળીને એક યુવકને જીવતો સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો.

પાંડેસરા ભીડભંજન ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં બાકડા ઉપર સુવા બાબતે પડોશમાં રહેતા બે વ્યક્તિએ જાનથી મારી નાખવાના ઈરાદે યુવકને જીવતો સળગાવ્યો અને યુવકને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને થયા બાદ પાંડેસરા વિસ્તારના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા.

અને ઘટના અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી.પાંડેસરા ભીડભંજન આવાસની બાજુમાં આશાપુરી સોસાયટી-૩ માં પ્રમોદભાઈ મુશાબાઈ વિશ્વાસનો પરિવાર રહે છે. થોડા દિવસો પહેલાં જ ઘર નજીક રહેતાં દિપક ગુપ્તા અને કિશનસિંગ નામના બે વ્યક્તિ સાથે ભીડભંજન ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી બજરંગ રેસ્ટોરેન્ટની આગળ એક બાંકડા ઉપર સુવા બાબતે તેમનો ઝઘડો થયો હતો.

આ મુદે રોજ-રોજ તેમની વચ્ચે ઝઘડો પણ થતો રહેતો હતો.એ દરમિયાન તા.30 ઓક્ટોબરના રોજ શનિવારે રાત્રિએ પ્રમોદ વિશ્વાસ બાંકડા ઉપર સુતેલા હતા. તે વખતે દિપક અને કિશન ત્યાં આવીને પ્રમોદ વિશ્વાસ સાથે ઝઘડો કર્યો. અને તેમને આગથી સળગાવી નાંખવાની ધમકી પણ આપી હતી. તે જ દિવસે મોડી રાત્રિએ 1 વાગ્યાના સમયે પ્રમોદ વિશ્વાસ બાકડા ઉપર સુતેલા હતા.

તે વખતે દિપક ગુપ્તા અને કિશનસિંગ ત્યાં આવ્યા અને તેને મારી નાંખવાના ઈરાદે પ્રમોદ વિશ્વાસને આગ ચાંપી તેને સળગાવી દીધો હતો. પ્રમોદ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટના અંગે પાંડેસરા પોલીસે હત્યાની કરવાની કોશિશ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને આરોપીઓંની ધરપકડ પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "બાકડા પર સુવા બાબતે બબાલ થતા એક યુવકને જીવતો સળગાવી દીધો, જાણો કયાની છે આ ઘટના"

Leave a comment

Your email address will not be published.


*