વતન વાપસી કરી રહેલા લોકોને લૂંટતા તત્વોને ડામવા તંત્ર અને સ્વૈચ્છિક સંગઠન સક્રિય

Published on Trishul News at 7:50 PM, Thu, 26 March 2020

Last modified on March 26th, 2020 at 7:50 PM

હાલમાં કોરોનાના ભયથી સૌરાષ્ટ્ર વાસીઓ તેમજ મજૂરી કરતો વર્ગ વતન વાપસી માટે જે વાહનો મળે તેમાં ઘેટાં બકરા માફક નાસી રહ્યા છે. 1994 ના પ્લેગ દરમ્યાન ફાટેલા રોગચાળા વખતે જે રીતે લોકો ગમે તેવા વાહનમાં કેપેસિટીથી વધુ ઊંચું ભાડું ચૂકવીને જઈ રહ્યા છે. અમુક લોકો કેટલાય કિલોમીટર સુધી ચાલીને હાઇવે સુધી જઈને જે વાહન મળે તેમાં જવા મજબૂર છે. ત્યારે આ મજબૂરીનો લાભ લઈને અસામાજિક તત્વો પોતાના વાહનોમાં કેપેસિટીથી વધુ લોકોને 1500 થી 2500 રૂપિયા વ્યક્તિદીઠ ભાડું લઈને કાળા બજારી કરીને ઉઘાડી લૂંટ કરી રહ્યા છે. ત્યારે આ ઉઘાડી લૂંટ કરનારા તત્વોને ડામવા સુરત ટ્રાફિક પોલીસ અને કતારગામ પોલીસને સાથે રાખીને નવ્યા એજ્યુકેશન ટ્રસ્ટના ધીરુ માંડવીયા, ભાવેશ ઠુમ્મર સહુતના કાર્યકરોએ વતન વાપસી કરી રહેલા લોકોની મદદે આવ્યા છે.

ખુલ્લેઆમ લૂંટ ચલાવનારા તત્વો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરીને આ તત્વોને ડામ્યા બાદ સુરત ટ્રાફિક પોલીસના ASI ઈશ્વરભાઈ, ASI રમેશભાઈ વગેરે દ્વારા ઉચ્ચતર વિભાગમાં રજુઆત કરીને તાત્કાલિક સરકારી ST બસની સુવિધા ઉભી કરવામાં આવતા વતનવાપસી કરી રહેલા લોકોને મોટી રાહત મળી છે. સરકાર દ્વારા વિદેશમાં વસતા ભારતીયો માટે વતન વાપસીની સુવિધા કરાઈ હતી તેવી રીતે ગુજરાતના અલગ અલગ જગ્યાએ રોજગારી રળતા મધ્યમ અને ગરીબ સૌરાષ્ટ્ર વાસીઓ અને અન્ય પ્રાંતમાં રહેતા લોકો માટે આવી સુવિધા કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. જેને રાજ્ય સરકાર સુધી પહોંચાડીને નવ્યા એજ્યુકેશન ટ્રસ્ટ અને ટ્રાફિક શાખાના કર્મવિરોએ રાહત અપાવી હતી.

આ કામગીરી આટલે જ ન અટકતા તેઓએ વતન વાપસી માટે પગપાળા જઈ રહેલા લોકોને ખાનગી અને સરકારી વાહનો મારફતે હાઇવે સુધી પહોચતા કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Be the first to comment on "વતન વાપસી કરી રહેલા લોકોને લૂંટતા તત્વોને ડામવા તંત્ર અને સ્વૈચ્છિક સંગઠન સક્રિય"

Leave a comment

Your email address will not be published.


*